
ભગવાન બિરસા મુંડાની 150 જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં તા 15/11 ના રોજ સવારે 11:00 કલાકે પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાને 1447 લાખથી વધુની રકમના 81 વિકાસ કામોની ભેટ મળનાર છે. આ વિકાસ કામોમાં 397.30 લાખના 27 કામોનું ખાતમુહૂર્ત અને 1049.76 લાખના 54 કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

મોરબી ખાતે યોજાનાર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત હસ્તકના અંદાજે 75 લાખથી વધુ રકમના 23 કામોનું ખાતમુહૂર્ત અને 110 લાખથી વધુ રકમના 37 કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આરોગ્ય વિભાગના અંદાજે 939 લાખથી વધુ રકમના 17 કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના અંદાજે 322 લાખના 4 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના રમતવીરો, ખેલાડીઓ અને સફળ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવનાર છે.

ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિલ્લામાં નિવાસ કરતા આદિવાસી/ આદિજાતિ સમુદાયના લોકો તેમજ મોરબી જિલ્લાવાસીઓને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

























