HomeAllમોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે: પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ પણ...

મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે: પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ પણ યોજાશે

તા.21ના રોજ મોટો કાર્યક્રમ ગોઠવતો ભાજપ: આજે મીટીંગ: જગદીશ વિશ્વકર્માને આવકારાશે

મોરબીના શનાળા ગામ પાસે કમલમ કાર્યાલય તૈયાર થઈ ગયું છે ત્યારે આગામી તા. 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે

તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે જેમાં સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહેશે.

સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં અધ્યતન સુવિધાઓ સાથેના કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યા છે ત્યારે મોરબી નજીકના સનાળા ગામ ખાતે જે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે .તેના ઉદ્ઘાટન પ્રસંગે આગામી તા. 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબી આવી રહ્યા છે

અને તેઓની સાથો સાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોપણ યોજવાનો છે જેથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે થઈને અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે કાલે આજે બપોરે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ઉમા હોલ ખાતે જિલ્લા ભાજપ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે બિરસા મુંડાની 150 ની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંબોધન કરવાના છે તેને ભાજપ પરિવારના લોકો હાજર રહીને સાંભળશે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે અને ભાજપ પ્રદેશ યુવા મોરચાના યુવા પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ સહિતનાઓ હાજર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!