
ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે આઝાદ પાર્ક ખાતે આવેલ ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સફાઈ કરી પ્રતિમાને ફૂલહાર કરી આજના દિવસની ઉજવણી કરી હતી. જયારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા જી.જે. શેઠ કોમર્સ કોલેજ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબીના અનિલભાઈ વિઠલાપરા તથા ગડારા પાર્થભાઈ સહિતના હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહેવા અને અને બીજા લોકોને વ્યસન મુક્ત કરવા માટે જરૂરી માર્ગદર્શન અપાઈને શપથ લેવડાવ્યા હતા.




























