HomeAllમોરબીમાં નશામાં કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધો, ખેડૂત સાથે ઠગાઇ

મોરબીમાં નશામાં કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધો, ખેડૂત સાથે ઠગાઇ

અવેજ પેટે રકમ નહીં આપી બેંકમાં રૂા.1.14 કરોડનું ટ્રાન્ઝેકશન દેખાડ્યું: પિતા-પુત્ર, બેંક મેનેજર સહિત પાંચ સામે નામજોગ ફરિયાદ મોરબીમાં વધુ એક જમીન કોભાંડ પ્રકાશમાં આવ્યું…

મોરબીમાં વધુ એક જમીન કોભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ખેડૂતની કરોડોની જમીનના નશાની હાલતમાં દસ્તાવેજ કરી બે પિતા પુત્રએ કોઈ અવેજ પેટે રકમ આપી ના હતી અને ખેડૂતના બેંક ખાતામાં રૂૂપિયા ટ્રાન્સફર કરી ચેક બૂક મેળવી ખોટી સહીઓ મારફત અલગ અલગ બેંક ખાતામાં રૂૂ 1.14 કરોડ ટ્રાન્સફર કરી લઈને ચીટીંગ આચરવામાં આવી હતી

જે સમગ્ર મામલે ખેડૂતે કોર્ટના ધક્કા ખાધા બાદ કોર્ટના આદેશથી પોલીસે પિતા-પુત્ર બેંક મેનેજર સહીત પાંચ આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને અન્ય જવાબદાર બેંક કર્મચારી કે તપાસમાં ખુલે તે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના નવાગામ લગધીરનગર ગામના રહેવાસી પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાએ આરોપીઓ કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા, વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા રહે બંને અમદાવાદ, ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા રહે મોરબી, આર ડી સી બેંક મેનેજર ડી આર વડાવીયા, અશોક લાભુભાઈ મકવાણા અને અન્ય જવાબદાર બેંક કર્મચારી તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 420, 465, 467, 471, 114,120,34 હેઠળ ગુનો નોંધ્યો છે

ફરિયાદમાં જણાવ્યું છે કે કૌટુંબિક સંબંધી કનૈયાલાલ હોટેલમાં ભાગ રાખવા બાબતે કહ્યું હતું અને બીજે દિવસે કનૈયાલાલ ઘરે આવ્યા અને અમદાવાદ જવાનું છે ચેક બૂક સાથે લઇ લેજો કહ્યું જેથી ચેક બૂક સાથે લીધી હતી અને અમદાવાદ લઇ ગયા હતા જ્યાં કનૈયાલાલના ઘરે રોકાયા હતા આરોપી કનૈયાલાલ અને તેનો દીકરો વિશ્વાસ પાસે દારૂૂ પીવાની પરમીટ હોય જેથી દારૂૂનું સેવન કર્યું હતું અને નશાની હાલતમાં બંને આરોપીઓ સબ રજીસ્ટર ઓફિસે લઇ ગયા હતા.

જ્યાં કનૈયાલાલના બનેવી પ્રાણજીવન દલુભાઇ ગામી અને દીકરો રમેશ ગામી પણ હાજર હતા ફરિયાદીની માલિકી અને કબ્જા ભોગવટાની ખેતીની જમીન ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના જાસપુર મુકામે રેવન્યુ ખાતા નં 1225 સર્વે નં 252 પૈકીની હેક્ટર 1,29,98 આરે (12998-00) વાળી તથા રેવન્યુ ખાતા નં 1019 સર્વે નં 261 પૈકી હે 0-74-41 આરે (7441-00) વાળી જમીન આવેલ છે જે બંને જમીનના નશાની હાલતમાં ખોટી સમજણ કરાવી વિશ્વાસમાં લઈને દસ્તાવેજ અનુ. નં 16873/22 અને 16875/22 વાળા કરાવી લીધા હતા

જે દસ્તાવેજમાં દર્શાવ્યા મુજબનું કોઈ અવેજ મળ્યું નથી બીજા દિવસે ફરિયાદી મોરબી આવ્યા હતા.બીજે દિવસે મોરબી આવ્યા હતા લાઈટ બીલ ભરવાનું હોવાથી ચેકની જરૂૂરત પડતા ઘરે ચેકબુક તપાસ કરતા યાદ આવ્યું કે ચેક બૂક કનૈયાલાલના ઘરે રહી ગઈ છે જેથી ચેકબૂક મોકલવા જણાવ્યું હતું ચેકબૂક મોકલાવી દેવા કહ્યું પરંતુ બે ત્રણ દિવસ આવી નહિ જેથી રાજકોટ ડીસ્ટ્રીકટ કો. બેંકમાં જઈને ચેક બૂક કેન્સલ કરવા ફોર્મ/અરજી આપી હતી નવી ચેકબૂક માટે અરજી આપી હતી તા. 01-11-2022 ના રોજ બેંકમાં ચેક બૂક લેવા ગયા ચેક બૂક માંગતા બેંક કર્મચારીએ તમારી ચેકબૂક લઇ ગયા છે તેમાં કોઈ અશોક મકવાણા નામની અવાચ્ય સહી કરી હતી તેજ ખાતા નંબરની બીજી ચેક બૂક હતી રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપ. મોરબી ગ્રામ્ય શાખાના બેંક વાળા અશોકભાઈ મકવાણાને રૂૂબરૂૂ બોલાવતા તેને કોઈ ભુપેનભાઈ ચેક બૂક લઇ ગએલ છે

તેમ જણાવ્યું હતું બીજા દિવસે ખાતામાં પૈસા જમા થયેલ અને ચેક મારફતે આરટીજીએસથી ઉપાડી લેવામાં આવ્યા છે જેથી બેંકમાં કોઈ ચેક આપ્યો નથી કે સહી કરી નથી બેંક વાળાએ તે ચેક બતાવતા મેં સહી કરી નથી કોઈને આપેલ નથી છતાં તા. 17-10-2022 થી તા. 27-11-2022 સુધીમાં અંદાજે એક કરોડ ચૌદ લાખ રૂૂપિયા ચેક મારફત ખાતામાં જમા થયા હતા અને તે જ દિવસે ખાતામાંથી અલગ અલગ ખાતામાં આરટીજીએસથી ટ્રાન્સફર થયા હતા.

બાદમાં બેંક સ્ટેટમેન્ટ મેળવતા ખાતામાંથી તા. 19-10-22 ના રોજ રૂૂ 20 લાખ તા. 12-10-22 ના રોજ 20 લાખ તા. 21-10-22 ના રોજ રૂૂ 25 લાખ, તા. 27-10-22 ના રોજ રૂૂ 25 લાખ, તા. 28-12-22 ના રોજ 24,25,000 જમા કરાવેલ અને અલગ અલગ નામથી આરટીજીએસ મારફત ખોટી સહી કરી ખાતામાંથી ઉપાડી લીધા છે

જેમાં તા. 19-10-22 ના રોજ રૂૂ 20,00,045 ગુરુકૃપા કેટરર્સ તા. 20-10-22 ના રોજ રૂૂ 20,00,045 શ્રી કિસના હોટેલ એન્ડ રેસ્ટોરનન્ટ, રૂૂપિયા 74,25,135 રેલાટેન્સ ટેકનોલોજી પેઢીમાં જમા થયેલ છે આમ કૌટુંબિક સંબંધી કનૈયાલ દેત્રોજા, તેના પુત્ર વિશ્વાસ દેત્રોજાએ જમીનનો દસ્તાવેજ કરાવી ખાતામાં જાણ બહાર અવેજના પૈસા નાખી બેંક કર્મચારી સાથે સાંઠગાંઠ કરી ચેક બૂક મેળવી ખોટી સહીઓ કરી તેના ક્રિષ્ના હોટેલના પાર્ટનર ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કૌસુન્દ્રાના અલગ અલગ ખાતામાં રૂૂ 1,14,25,000 જેટલી રકમ ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી

જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિતમાં જાણ કરી હતી અને અલગ અલગ સમયે પોલીસ અધિકારીને રજૂઆત કરવા છતાં ફરિયાદ લીધી ના હતી અને આજે કોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. આરોપી પિતા પુત્રએ દસ્તાવેજ કર્યા બાદ ખેડૂતના બેંક ખાતાનો રકમ ટ્રાન્સફર કરવા ઉપયોગ કર્યો હતો

જેમાં બેંકની ચેકબૂક મેળવી લઈને ખેડૂતની જાણ બહાર જ કરોડોના વ્યવહારો કરી નાખ્યા હતા ચેક બૂક લેનારમાં બેંકના સફાઈ કર્મચારી અશોક મકવાણાની સહી થઇ છે તેને બેન્કેબૂક આપી દીધી અગાઉ અરજી કરેલ ચેકબૂક નહોતી અપાઈ અને નવી ચેકબૂક પ્રિન્ટ થઈને આપી દેવામાં આવી હતી જેથી બેંકના કર્મચારી અને અધિકારીઓની મિલીભગતની પણ ફરિયાદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!