HomeAllમોરબીમાં સંચારી રોગ અટકાયત બાબતે કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

મોરબીમાં સંચારી રોગ અટકાયત બાબતે કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

મોરબીમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સંચારી રોગ અટકાયત માટેની જિલ્લા  સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

DOWNLOAD E-PAPER HERE

આ બેઠકમાં પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે દરેક ગ્રામ પંચાયત સરપંચ/તલાટી મંત્રી પીવાના પાણીનું નિયમિત કલોરીનેશન થાય તે માટે પંચાયત મારફતે ક્લોરીન પાવડર ખરીદી કરવા તથા તેનું મોનીટરીંગ કરવા સુચના આપવામાં આવી હતી.

હાલમાં ઠંડીની ઋતુમાં સિઝનલ ફ્લુના કેસમાં વધારો ન થાય તે માટે ફિલ્ડમાં કોલ્ડ વેવ્સ સંબંધિત કામગીરી કરવા તથા જાહેર મેળાવડાના સ્થળે લોકો સમુહમાં એક્ઠા ન થાય તે બાબતે જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું.

વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માં કરેલ સુચન મુજબ સમાજમાં એન્ટી-બાયોટીકનો વધુ પડતો ઉપયોગ અટકાવવા માટે ડૉકટરના પ્રિસ્ક્રિપ્શન વગર જાતે એન્ટી-બાયોટીકનો ઉપયોગ ન કરે તે માટે લોકોને જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. વાસ્તવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!