HomeAllમોરબીની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ) માટે પ્રવેશ પ્રક્રિયા...

મોરબીની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ) માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

મોરબી : કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા અને પીએમ શ્રી સ્કૂલ તરીકે કાર્યરત જવાહર નવોદય વિદ્યાલય, મોરબી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૧૧ (વિજ્ઞાન તથા વાણિજ્ય પ્રવાહ)ની ઉપલબ્ધ ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૬ સુધી અરજીઓ મંગાવવામાં આવી છે.

પ્રવેશ માટે ઉમેદવારે શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ દરમિયાન મોરબી જિલ્લાની માન્ય CBSE અથવા GSEB સંલગ્ન શાળામાંથી ધોરણ-૧૦ની પરીક્ષા ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ સાથે પાસ કરેલી હોવી જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦માં વિજ્ઞાન અને ગણિત વિષયમાં પણ ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.

વયમર્યાદા મુજબ ઉમેદવારની જન્મતારીખ ૦૧ જૂન, ૨૦૦૯થી ૩૧ જુલાઈ, ૨૦૧૧ વચ્ચે (બંને તારીખો સહિત) હોવી આવશ્યક છે. વિદ્યાર્થીઓની પસંદગી નવોદય વિદ્યાલય સમિતિના નિયમો મુજબ ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાના ગુણોના મેરિટના આધારે પારદર્શક રીતે કરવામાં આવશે.

પ્રવેશ ફોર્મ મેળવવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય, મોરબીની કચેરીનો સંપર્ક કરી શકે છે અથવા સંસ્થાની વેબસાઇટ www.navodaya.gov.in તથા www.jnvmorbi.org.in પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકે છે.

સંપૂર્ણ વિગતો સાથે ભરેલું અરજીપત્રક તથા જરૂરી શૈક્ષણિક દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો શાળાની કચેરીમાં રૂબરૂ જમા કરાવી શકાશે અથવા jnvmorbi@gmail.com પર ઓનલાઈન મોકલી શકાશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયસર અરજી કરવાની અપીલ કરવામાં આવી હોવાનું જવાહર નવોદય વિદ્યાલય-મોરબીના આચાર્ય દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments