
જ્યારે દિવાળી વેકેશનની ખુશીઓ આંગણે આવીને ઊભી છે, ત્યારે ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા શરૂ કરાયેલા ’પ્રોજેક્ટ મુસ્કાન’એ કરુણાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વેકેશન દરમિયાન પણ દીકરીઓને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની તકલીફ ન પડે, તે સંવેદના સાથે ગોકુલનગર, લાઈન્સનગર અને વજેપરની શાળાઓની દરેક દીકરીઓને નિ:શુલ્ક મુસ્કાન મેજીક બોક્સ (સેનેટરી પેડ્સ)નું વિતરણ કરવામાં આવ્યું.

મેંગોપીપલ પરિવારની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી અનેક જરૂરિયાતમંદ દીકરીઓનું સન્માન અને સ્વાસ્થ્ય જાળવી રહી છે.

આ સુંદર કાર્યને સફળ બનાવવા માટે મેંગોપીપલ પરિવારના મનીષભાઈ રાઠોડ અને રૂપલબેન રાઠોડે અથાક જહેમત ઉઠાવી. સાથે જ, આચાર્ય વિનોદભાઈ, આચાર્ય કિશોરભાઈ, આચાર્ય અરવિંદભાઈ અને તમામ શાળાના સ્ટાફે પણ પૂરા દિલથી સહયોગ આપીને દીકરીઓના ચહેરા પર મુસ્કાન ફેલાવી.

મેંગોપીપલ સંસ્થા છેલ્લા 12 વર્ષથી ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવી રહી છે. મેંગોપીપલ પરિવારના આ માનવતાના કાર્યમાં જોડાવા અને આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે, મનીષ રાઠોડ (મો: 9276007786) નો સંપર્ક કરો.


























