HomeAllનાણામંત્રીની જિદથી જીએસટીમાં રાહતનો ફેસલો વહેલો થયો

નાણામંત્રીની જિદથી જીએસટીમાં રાહતનો ફેસલો વહેલો થયો

જીએસટી પરિષદની બેઠકમાં કટ સ્લેબ ઘટાડીને ચારની જગ્યાએ બે કરવા અને ટેકસમાં રાહત આપવાની ચર્ચા દરમિયાન વિપક્ષ શાસિત ચાર રાજયો કેરળ, કર્ણાટક, પંજાબ અને પશ્ચિમ બંગાળે રાજસ્વમાં નુકશાનની ભરપાઈની માંગ કરી વિરોધ કર્યો હતો.

પરંતુ કેન્દ્રીય નાણામંત્રી ફેસલો લેવા માટે અડગ હતા. તેમણે કહ્યું હતું કે હું આખી રાત બેસવા તૈયાર છું પણ ફેસલો તો આજે જ લેવાશે, આખરે તેમણે મતદાનની ચેતવણક્ષ આપતા વિપક્ષ શાસિત રાજયોનું વલણ ઢીલુ પડયું હતું.

વિપક્ષ શાસિત રાજયોએ રાજસ્વ (આવક)માં હાનીની ભરપાઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નિર્ણયને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે નાણામંત્રી કોઈપણ હાલમાં નિર્ણય લેવા અડગ હતા અને તેમણે નિર્ણય પર મતદાન કરવાની ચેતવણી આપતા આ રાજયોનું વલણ નરમ પડયું હતું.

વિપક્ષોની આ માંગને કારણે જીએસટી પરિષદની લંબાઈ હતી.આ તકે નાણામંત્રી સીતારામને કહ્યું હતું કે તે ઈચ્છે છે કે નિર્ણય હંમેશાની જેમ સામાન્ય સહમતીથી થાય જો આ આમ સહમતી નથી બનતી તો મતદાન કરીને નિર્ણય લેવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર રાજયોની પરેશાનીઓના હલ કાઢશે. કારણ કે આ નિર્ણયથી સામાન્ય લોકોને રાહત આપવામાં આવી રહી છે અને આમાં વિપક્ષોએ સહકાર આપવો જોઈએ.

નાણામંત્રીના કડક વલણ બાદ પશ્ચિમ બંગાળ, પંજાબ સહિત અન્ય વિપક્ષ શાસીત રાજયોના નાણામંત્રીઓએ કેરળ અને કર્ણાટકના નાણા મંત્રીઓને મનાવ્યા હતા.

મતદાનની નોબતથી થનારા નુકશાનથી ચાર રાજયો ડરી ગયા હતા.જો ખરેખર મતદાન થાત તો એ સંદેશો જાત કે વિપક્ષ લોકોને મોંઘવારીની રાહત આપવામાં રસ્તામાં રોડા નાખી રહ્યો છે.

આમેય પણ મતદાનની સ્થિતિમાં ચાર રાજયોના વિરોધની કોઈ અસર પડવાની નહોતી. કારણે આ ચાર રાજયો સિવાય અન્ય રાજયો જીએસટીમાં રાહતનું સમર્થન કરી રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!