
(મહેશભાઈ સોની દ્વારા) નખત્રાણા : શ્રી કાલિકા માતાજીના વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રી નખત્રાણા મારૂ કંસારા સોની સમાજ મહિલા મંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગત કાર્યકારિણીની મુદત પૂર્ણ થતાં મહિલા મંડળની નવી કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તમામ હોદ્દેદારોને સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા.

નવી ટીમ મુજબ પ્રમુખ તરીકે શ્રીમતિ વિજયાબેન દિનેશભાઈ બુદ્ધભટ્ટી, ઉપપ્રમુખ તરીકે શ્રીમતિ વર્ષાબેન ભરતભાઈ કટ્ટા તથા શ્રીમતિ વિણાબેન બિમલભાઈ પરમાર, મંત્રી તરીકે શ્રીમતિ લીલાબેન રસિકભાઈ પોમલ, સહમંત્રી તરીકે શ્રીમતિ ભાવનાબેન કિશોરભાઈ સાકરીયા, ખજાનચી તરીકે શ્રીમતિ દક્ષાબેન મહેશભાઈ બુદ્ધભટ્ટી અને સહ ખજાનચી તરીકે શ્રીમતિ રીટાબેન ઘનશ્યામભાઈ સાકરીયા ની પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિદાય લેતા પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન બગ્ગાએ પોતાના કાર્યકાળ દરમિયાન સમાજના સહકારથી યોજાયેલા વિવિધ કાર્યક્રમો બદલ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ઉપપ્રમુખ શ્રીમતિ લતાબેન પરમારે પણ વિતેલા કાર્યકાળને અસ્મરણીય ગણાવી નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવી, મહિલા મંડળની પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ બનાવવાની શુભકામનાઓ પાઠવી હતી.














