
ભારતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને સહયોગીઓ દ્વારા વિકસિત પ્રથમ સ્વદેશી મલ્ટિ-સ્ટેજ મેલેરિયા રસી એડફાલ્સીવેક્સના ઉત્પાદન અને વ્યાપારીકરણ માટે પાંચ કંપનીઓને લાઇસન્સ આપ્યું છે. તે દેશની પ્રથમ સ્વદેશી રસી છે. જે પ્લાઝમોડિયમ ફાલ્સિપેરમ જેવાં જીવલેણ મેલેરિયા પરોપજીવીઓ સામે રક્ષણ આપતી વખતે ચેપને લોહી સુધી પહોંચતા અટકાવશે.

નિષ્ણાતોનું માનવું છે કે આ રસી મેલેરિયા સામેની લડાઈમાં ગેમ ચેન્જર સાબિત થશે. આ રસીને ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ, ટેકઇન્વેન્શન લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે. આ એવોર્ડ પેનેશિયા બાયોટેક લિમિટેડ, બાયોલોજિકલ ઇ લિમિટેડ અને ઝાયડસ લાઇફસાયન્સિસને આપવામાં આવ્યો છે.

વર્ષ 2030 સુધીમાં શૂન્ય મેલેરિયાનો લક્ષ્યાંક
દેશે 2027 સુધીમાં સ્થાનિક સ્તરે શૂન્ય મેલેરિયા અને 2030 સુધીમાં સંપૂર્ણ નાબૂદીનું લક્ષ્ય રાખ્યું છે. છેલ્લાં દાયકામાં નોંધપાત્ર પ્રગતિ પણ થઈ છે, જેમાં 2017 માં 64 લાખ કેસો ઘટીને 2023 માં 20 લાખ કેસ અને મૃત્યુ 11,100 થી 3,500 થઈ ગયાં છે.

ગયા વર્ષે 122 જેટલા જિલ્લાઓમાં શૂન્ય કેસ નોંધાયાં હતાં. જો કે, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તર રાજ્યો મેલેરિયાના હોટસ્પોટ છે. દિલ્હીમાં સપ્ટેમ્બર 2025 સુધીમાં 264 કેસ નોંધાયાં છે, જે છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ આંકડો છે.














