
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રાને લઈને દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તેઓ અહીં રક્ષાની સાથે સાથે વ્યાપારિક ડિલની પણ ગિફ્ટ લઈને આવ્યા છે. તેમણે સંયુક્ત કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે, તેઓ ભારતને રશિયન ઓયલની ખરીદીને લઈને કોઈ પણ અડચણ વિના શિપમેન્ટ ચાલું રાખશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન તેલ ખરીદને લઈને ભારત માટે મોટી જાહેરાત કરી છે. પુતિને કહ્યું કે, ભારત માટે કોઈ પણ અડચણ વિના તેલનું શિપમેન્ટ ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, અમે વધતી ભારતીય અર્થવ્યવસ્થા માટે ઈંધણની કોઈ પણ અડચણ વિના શિપમેન્ટ ચાલુ રાખવા તૈયાર છીએ. આ ઘોષણા ત્યારે થઈ, જ્યારે બંને દેશોએ ફર્ટિલાઇઝર અને ફૂડ સેફ્ટીથી લઈને શિપિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સ સુધી અલગ અલગ વિસ્તારમાં ડીલ કરી છે.

પ્રધાનમંત્રી મોદીએ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ પર ભાર આપતા કહ્યું કે, ભારત અને રશિયા 2030 સુધી વેપાર વધારવા માટે એક આર્થિક સહયોગ કાર્યક્રમ પર સહમત થયા છે. આ અગાઉ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે રશિયાને આશા છે કે તે ભારતને પોતાનું ઓઇલ નિકાસ ફરીથી વધારશે. તેમણે એવું પણ કહ્યું કે પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે આવેલા હાલના ઘટાડાને તેઓ હંગામી માને છે.

યુક્રેન યુદ્ધ બાદ ભારત રશિયાના ઓઇલનો સૌથી મોટો ખરીદદાર બની ગયો હતો. જો કે હાલમાં અમેરિકાએ રશિયાના મોટા ઓઇલ પ્રોડ્યુસર રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધ લગાવી દીધો. તેના કારણે ભારતે ક્રૂડ ઓઇલની આયાતમાં કાપ કર્યો છે.

ત્યાર બાદ યુરોપે પણ રશિયન ક્રૂડ ઓઇલથી બનેલા પેટ્રોલિયમ પ્રોડક્ટની ખરીદી પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. ભારત-રશિયા વચ્ચે 2023-24માં દ્વિપક્ષીય વેપાર 65.70 બિલિયન ડોલર હતો, જેમાં 4.26 બિલિયન ડોલરની ભારતીય નિકાસ અને 61.44 બિલિયન ડોલરની આયાત સામેલ હતી. બંને દેશોનો ઉદ્દેશ્ય 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 100 બિલિયન ડોલર સુધી લઈ જવાનો છે.

રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે એકબીજાના દેશોમાં ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છીએ. તેમણે એક રશિયન ટીવી ચેનલને ભારતમાં બ્રોડકાસ્ટ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો છે. તેનાથી ભારતને રશિયા વિશે વધારે જાણવાની મદદ મળશે.

અમે અમુક ગ્લોબલ મુદ્દા પર પણ વાત કરી છે અને અમે બહુધ્રુવીય વર્લ્ડ બોર્ડર પર ભાર આપી રહ્યા છીએ. તેમણે એવું પણ કહ્યું કે બ્રિક્સના ફાઉન્ડિંગ મેમ્બર તરીકે પણ, ભારત અને રશિયાએ બહુ કામ કર્યું છે. આગામી વર્ષે ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરશે અને અમે ભારતને દરેક રીતે સપોર્ટ કરવા માટે તૈયાર છીએ.


