
શ્રી મારુ કંસાર જ્ઞાતિ યુવક મંડળ–રાજકોટ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શનને પ્રોત્સાહન આપવા તેમજ સમાજમાં એકતા અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ – રાસ ઉત્સવ તેમજ સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


આ કાર્યક્રમ આગામી રવિવાર તા. ૨૮-૧૨-૨૦૨૫ના રોજ મોઢવણિક વિદ્યાર્થી ભવન, ૫–રજપૂત પરા, માલવિયા ચોક, રાજકોટ ખાતે યોજાશે. આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો તેમજ જ્ઞાતિજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

કાર્યક્રમની વિગત મુજબ
સમૂહ ભોજન : બપોરે ૧૨.૦૦ થી ૧.૩૦ (માર્યાદિત સમય)
ઇનામ વિતરણ કાર્યક્રમ : બપોરે ૩.૦૦ થી સાંજના ૫.૩૦

રાસ ઉત્સવ : સાંજના ૫.૦૦ થી ૭.૦૦
સમૂહ ભોજન : સાંજના ૭.૦૦ થી ૮.૩૦

શ્રી મારુ કંસાર જ્ઞાતિ યુવક મંડળ–રાજકોટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમાજના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થાના હોદ્દેદારો દ્વારા જ્ઞાતિના તમામ સભ્યોને સમયસર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.











