HomeAllમોરબીમાં તારીખ‌ ૨૫ના ‘સંવિધાન હત્યા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

મોરબીમાં તારીખ‌ ૨૫ના ‘સંવિધાન હત્યા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

ઈ‌.સ.૧૯૭૫માં અમલી થયેલ કટોકટીના ૫૦ વર્ષ તારીખ ૨૫-૬-૨૦૨૫ના રોજ પૂર્ણ થતા લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી મોરબી ખાતે ‘સંવિધાન હત્યા’ દિવસ સવારે ૧૦:૦૦ કલાકે વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા યોજાશે.

આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેક્ટર   કે. બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી જેમાં સંવિધાન હત્યા દિવસે રેલી પ્રદર્શન સહિતના આયોજનની જવાબદારી સંબંધિત અધિકારીઓને સોંપાઈ હતી તેમજ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ થશે‌.

આ તકે અધિક નિવાસી કલેક્ટર   એસ.જે. ખાચર, નાયબ મ્યુનિસિપલ કમિશનર  કુલદીપસિંહ વાળા, ડી.આર.ડી.એ. નિયામક  નવલદાન ગઢવી તેમજ સંબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા‌.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!