HomeAllસેકન્ડમાં 1,000,000,000,000,000,000 આંકડાની ગણતરી કરતું સુપર કોમ્પ્યુટર

સેકન્ડમાં 1,000,000,000,000,000,000 આંકડાની ગણતરી કરતું સુપર કોમ્પ્યુટર

આ આંકડાની ગણતરી કરતાં માનવીને 32 અબજ વર્ષ લાગે, વિશ્વની આખી વસતી એક સાથે ગણતરી કરવા બેસે તો પણ 4 વર્ષ કરતાં વધુ સમય થાય જે સુપર કોમ્પ્યુટર એક સેકન્ડમાં કરે

વિશ્વનું સૌથી શકિતશાળી અને ઝડપી સુપર કોમ્પ્યુટર યુરોપમાં સ્થાપિત થશે. દર સેકન્ડે 1,000,000,000,000,000/10183 ઓપરેશન્સ પાર પાડી શકવાની ક્ષમતા ધરાવતાં સુપર કોમ્પ્યુટરમાં જયુપીટર એક્ષાસ્કેલ કોમ્પ્યુટર નામ આપવામાં આવ્યું છે.

અમેરિકાની ટેકજાયન્ટસ કંપની એનવિડીયાએ તે બનાવ્યુ છે અને પશ્ચિમ જર્મનીનાં જયુપીટર રિસર્ચ સેન્ટરમાં રાખવામાં આવશે.વિશ્વના સૌથી ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટરને ગત જુનના ટોપ-500 ના લીસ્ટમાં ચોથુ સ્થાન મળ્યુ હતું. ટોપ-ફાઈવના લીસ્ટમાં તે સૌથી વધુ ઉર્જા બચાવતી સીસ્ટમમાં પ્રથમ ક્રમાંકે હતું.

જયુપીટર સુપર કોમ્પ્યુટર દર સેક્ન્ડે એક કિવન્ટીલીયન (1 વતા 18 શુન્ય) ગણતરી કરી શકે છે. રેગ્યુલેટર કોમ્પ્યુટર કરતા આ સિસ્ટમ 10 લાખ ગણી ઝડપી છે.

આ જયુપીટર એપ્રાસ્કેલ સુપર કોમ્પ્યુટર એક સેકન્ડમાં જેટલી ગણતરી કરી શકે તેટલી માનવીએ કરવી હોય તો 31 અબજ વર્ષ લાગી શકે. વિશ્વની સમગ્ર માનવજાત આ ગણતરી કરવા એક સાથે બેસે તો પણ ચાર વર્ષથી વધુનો સમય લાગે.

નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે સુપર કોમ્પ્યુટર પ્રતિ સેકન્ડ અબજો-અબજો ગણતરી કરી શકે છે. 1940 ના દાયકાના પ્રથમ ઈલેકટ્રોનિકસ કોમ્પ્યુટરમાં પ્રતિ સેકન્ડ 500 ઓપરેશન્સ શકય હતા અને ત્યારે તે સૌથી ઝડપી ગણાતું હતું.

જયુપીટર એક્ષાસ્કેલ સુપર કોમ્પ્યુટર માત્ર ઝડપી જ નહીં.પરંતુ સાઈઝની રીતે પણ મોટુ છે તે 426 ફૂટ લાંબુ, 8 ફુટ ઉંચુ છે અને તેનું વજન 420 ટન છે.

કલાયમેટ ચેન્જથી માંડીને આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ થઈ શકે

નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે સુપર કોમ્પ્યુટરનો વિવિધ પડકારજનક ક્ષેત્રોમાં અસરકારક રીતે ઉપયોગ થઈ શકે છે નવી દવાના સંશોધનથી માંડીને કલાયમેટ ચેન્જના પડકારનો તેના થકી સામનો કરી શકતી તેમ છે. હવામાનની આગાહીમાં પણ ઉપયોગી બનશે.બ્લેક હોલ સંબંધી ઉપયોગી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!