HomeAllતમારી મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલ કરનારનું સાચું નામ, સફળ ટ્રાયલ બાદ...

તમારી મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલ કરનારનું સાચું નામ, સફળ ટ્રાયલ બાદ આખા દેશમાં લાગુ કરવાની તૈયારી

આગામી મહિનાઓમાં મોબાઈલ પર કોલ આવતા પહેલા કોલ કરનાર વ્યક્તિનું નામ સ્ક્રીન પર જોવા મળશે. હરિયાણામાં કોલિંગ નેમ પ્રેઝન્ટેશનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે અને હવે તેને આખા દેશમાં લાગુ કરવાની તૈયારી છે. આ સુવિધા શરૂ થવાથી સ્પેમ કોલ, ફેક બેન્ક કોલ અને કેવાયસી અપડેટના નામ પર થનાર છેતરપિંડી પર રોક લગાવી શકાશે.

સૂત્રો અનુસાર, આ સુવિધા તબક્કાવાર પહેલા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતા સહિત મહાનગરો સાથે જોડાયેલા સિલેક્ટિવ સર્કલમાં શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તેને દેશના અન્ય સર્કલમાં લાગુ કરવામાં આવશે. અનુમાન છે કે, આગામી 3-4 મહિનામાં આ સેવા આખા દેશમાં ઉપલબ્ધ થઈ જશે.

CNAP ટેક્નોલોજી અંતર્ગત, મોબાઈલ ફોન પર કોલ કરનારનું નામ અને સિમ રજિસ્ટર્ડ માહિતી સ્ક્રીન પર દેખાશે. કોલ લાગતી વખતે ટેલિકોમ ઓપરેટર પોતાના ગ્રાહક ડેટાબેઝથી આ જાણકારી લઈને જે વ્યક્તિને કોલ રિસિવ થયો છે તેની મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે. આ સમગ્ર પ્રક્રિયા ટ્રુકોલરની જેમ કામ કરશે, પરંતુ ડેટાની ખરાઈ સરકારી રીતે નક્કી થશે.

અત્યાર સુધી અજાણ્યા નંબર માત્ર નંબર તરીકે જોવા મળતા હતા, જેનો કોલ આવે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. CNAP લાગુ થયા પછી કોલ કયા નામથી રજિસ્ટર્ડ છે, તે સ્પષ્ટ રીતે જોઈ શકાશે અને તેનાથી છેતરપિંડીના કેસ ઓછા થશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગત વર્ષે સરકારને CNAP લાગુ કરવાને લઈને ભલામણ કરી હતી. ત્યાર બાદ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ વિભાગે બીએસએનએલ સાથે મળીને હરિયાણામાં પરીક્ષણ કર્યું હતું, જે સફળ રહ્યું અને ઉપયોગકર્તાઓએ પણ તેને ઉપયોગી ગણાવ્યું.

હાલમાં એક ખાનગી એપ કોલરનું નામ બતાવવાની સુવિધા આપે છે, પરંતુ તેની સચોટતા ઓછી હોય છે અને ઘણીવાર જાહેરાતો પણ બતાવવામાં આવે છે.

કેટલીક સેવાઓ માટે ચાર્જ પણ લેવામાં આવે છે. સરકારની આ સુવિધા સંપૂર્ણ રીતે ફ્રી અને કોઈપણ જાહેરાત દર્શાવ્યા વગર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!