HomeAllમોરબી માટે ખુશખબર: નવરાત્રી સુધી ત્રણ મહિના માટે ફ્રી ગરબા ટ્રેઇનિંગ કાર્યક્રમનો...

મોરબી માટે ખુશખબર: નવરાત્રી સુધી ત્રણ મહિના માટે ફ્રી ગરબા ટ્રેઇનિંગ કાર્યક્રમનો આરંભ

મોરબી: મોરબી શહેરમાં ગરબાપ્રેમીઓ માટે અનોખી તક ઉપસ્થિત થઈ છે. અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે નવરાત્રી સુધી ત્રણ મહિના માટે તદ્દન મુફ્ત ગરબા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કાર્યક્રમમાં મહિલાઓ, બાળકો અને પુરૂષોને અલગ અલગ બેન્ચમાં ગરબા શિખવવામાં આવશે.

આ કાર્યક્રમનો ગ્રાન્ડ ઓપનિંગ ૧૯ જૂન ૨૦૨૫ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે થશે. મોરબીના તમામ નાગરિકોને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવે છે.

ફોર્મ મેળવવા માટેના સ્થળો:

  1. અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ – છાત્રાલય રોડ, સુપર માર્કેટ
  2. નીલકંઠ સ્કૂલ – રવાપર રોડ
  3. ઓમ શાંતિ ઇંગ્લિશ સ્કૂલ – સનાળા રોડ
  4. વિનર્સ ડાન્સ એકેડમી – કોહિનૂર કોમ્પ્લેક્સ, રવાપર ચોકડી

ગરબા શિખવા માટેના સ્થળો:

  1. રામેશ્વર પાર્ટી પ્લોટ – રવાપર ઘુંનડા રોડ, ન્યૂ એરા સ્કૂલની બાજુમાં, મોરબી-૧
  2. શિવાલીકા કોમ્પ્લેક્સ – મહેન્દ્રનગર ચોકડી, મોરબી-૨

પ્રમુખ હેતલબેન પટેલની યાદીમાં જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ માટે વિશેષ કોર્સ ઇન્સ્ટ્રક્ટરોની ટીમ નિમવામાં આવી છે:

સ્પેશિયલ લેડીસ કોર્સ માટે:

  • શ્રુતિ વ્યાસ
  • બ્રિજલ ઠક્કર
  • મીરા દવે
  • અર્ચના રાજા
  • પૂજા પટેલ
  • દિવ્યા રાવલ
  • કિંજલ ભાનુશાલી

સ્પેશિયલ જેન્ટ્સ કોર્સ માટે:

  • અવી પટેલ
  • પ્રતિક મહેતા
  • તુસર ચાવડા
  • કલ્પેશ લાલવાણી
  • કૌશિક પટેલ
  • જૈનમ સોની
  • શિવમ શર્મા

આ કાર્યક્રમને સાથો આપે છે:

  • જીતુભાઇ રબારી
  • રામભાઈ મહેતા
  • અંકિતભાઈ ગજ્જર

આ આયોજનને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે:
વિનર્સ ડાન્સ એકેડમીના ઓનર સંજયભાઈ વ્યાસ, તાન્યા ગુલવાણી તથા સમગ્ર વિનર્સ ટીમ.

સંપર્ક માટે:
📞 9979182222

તો મોરબી વાસીઓ થઈ જાવ તૈયાર… આ વર્ષે ગરબાની તૈયારીઓ શરૂ થાઈ ગઈ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!