
વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રીની માતા વિશે કોંગ્રેસ અને આરજેડી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં તા. 2 સપ્ટેમ્બર, મંગળવારે સાંજે 5.30 કલાકે હાઇવે પર ભાજપ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના ચૂંટાયેલા તેમજ હારેલા સભ્યો, વરિષ્ઠ આગેવાનો, શહેરના વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ હોદ્દેદારો સાથે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને આરજેડી કાર્યકર્તાઓની અભદ્ર માનસિકતા સામે ગાઢ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઠેર ઠેર આક્રોશના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા. (રિપોર્ટ, અજય કાંજીયા)



















