
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયીઝ યુનિયન (WREU) – જે AIRF/HMS/ITF/ITUC સાથે સંલગ્ન છે – દ્વારા 105મું વાર્ષિક સત્ર આ વર્ષની 3 ડિસેમ્બરે રેલ નિકુંજ, મુંબઈ સેન્ટ્રલ ખાતે ભવ્ય રીતે યોજાનાર છે.

કાર્યક્રમનું ઉદ્ઘાટન કોમરેડ શિવ ગોપાલ મિશ્રા, જનરલ સેક્રેટરી (AIRF) દ્વારા કરવામાં આવશે.આ પ્રસંગે શ્રી વિવેક કુમાર ગુપ્તા, જનરલ મેનેજર – પશ્ચિમ રેલ્વે તથા શ્રીમતી મંજુલા સક્સેના, મુખ્ય કાર્મિક અધિકારી – પશ્ચિમ રેલ્વે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.—મુખ્ય માંગણીઓ

1. 8મા પગાર પંચની તાત્કાલિક રચના કરવી.2. રેલવેનું ખાનગીકરણ તાત્કાલિક બંધ કરવું.
3. કેડર પુનઃરચના નક્કી કરી તેનો અમલ કરવો.4. તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી

5. નવા કાર્યો માટે નવી જગ્યાઓનું નિર્માણ કરવું.6. રેલ્વે ક્વાર્ટર્સ અને કોલોનીઓની સ્થિતિ સુધારવા પૂરતું ભંડોળ ફાળવવું.
“કામદાર એકતા – દો હમ એક હૈ”નો નાદઆ સત્રમાં હજારો રેલવે કર્મચારીઓ, પ્રતિનિધિઓ અને યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહી રેલવે કર્મચારીઓના હિતોની રક્ષા માટે સંગઠિત અવાજ ઉઠાવશે.કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓના હકો, સેવા શરતો અને કલ્યાણ યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા થશે.
સ્થળ: રેલ નિકુંજ, મુંબઈ સેન્ટ્રલ🗓️ તારીખ: 3 ડિસેમ્બર, 2025🕚 સમય: સવારે 11:00 વાગ્યે ( Report: Ajay Kanjiya, wankaner)




















