HomeAllકચ્છ સાંસદ આયોજીત ડે નાઇટ ક્રિકેટ સીઝન-3 ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન

કચ્છ સાંસદ આયોજીત ડે નાઇટ ક્રિકેટ સીઝન-3 ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન

108 દિવસની ટુર્નામેન્ટમાં 600 ટીમ-8820 ખેલાડીએ ભાગ લીધો હતો

કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા આયોજીત ઓપન કચ્છ ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -3 ને વર્લ્ડ ઈન્ડીયામાં સ્થાન  મળ્યું છે.તે બદલ સાંસદ વિનોદભાઇ ચાવડાને મિલનભાઇ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા રેકોર્ડ સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું.

કચ્છ લોક સભા તથા સમાજ નવનિર્માણ ભુજ દ્વારા આયોજિત ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3 જે ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તામ6-3 થી 22-6 ટોટલ 108 દિવસ રમાયેલ મેચોમાં ટોટલ 600+ ટીમોમાં 8820 જેટલા ખેલાડીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો.

વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયાના પ્રતિનિધિ મિલનભાઈ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા નિરીક્ષણ કરી વિગતો મેળવી પ્રમાણીત કરી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3 ને વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. જે બદલ ભાગ લેનાર ખેલાડીઓ, સહ કાર્યકરો, સ્વયં સેવકો સૌનો સાંસદ  વિનોદભાઇ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ વર્લ્ડ રેકોર્ડસ બનતા આનંદ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!