HomeAllવિરાટનગર પૂર્વ ઝોનના એસ્ટેટ અધિકારીને ગુજરાત માહિતી આયોગ દ્વારા રૂ. ૫૦૦૦ નો...

વિરાટનગર પૂર્વ ઝોનના એસ્ટેટ અધિકારીને ગુજરાત માહિતી આયોગ દ્વારા રૂ. ૫૦૦૦ નો દંડ

વિરાટનગર પૂર્વ ઝોન ખાતે સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ વિભાગના ટાઉન ડેવલોપમેન્ટ ઇન્સ્પેક્ટર તથા જાહેર માહિતી અધિકારી જિગ્નેશભાઈ શાહને ગુજરાત માહિતી આયોગ દ્વારા રૂ. ૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ મામલો અરજદાર જીતેન્દ્રકુમાર રવિયાએ માહિતી અધિકાર અધિનિયમ-2005 અંતર્ગત કરવામાં આવેલી અરજીના અનુસંધાને ઊભો થયો હતો. પ્રથમ અપીલ અધિકારી દ્વારા યોગ્ય અને સંતોષકારક જવાબ ન મળતા, તેમણે અધિનિયમની કલમ 18(1) હેઠળ ગુજરાત માહિતી આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી.

આ ફરિયાદ અંગે વિસ્તૃત કાર્યવાહી કર્યા બાદ, માહિતી કમિશનર ભરત ગણાત્રાએ જાહેર માહિતી અધિકારીએ સમયસર અને યોગ્ય માહિતી ન આપવાના કારણસર, દંડની કાર્યવાહી હાથ ધરી હતી. પરિણામે, તા. ૩૦/૦૭/૨૦૨૫ ના રોજ જાહેર માહિતી અધિકારી જિગ્નેશભાઈ શાહ વિરુદ્ધ રૂ. ૫,૦૦૦નો દંડ ફરમાવાયો હતો.

માહિતી અધિકારની જાગૃતિ અને અરજદારોને સમયસર માહિતી મળવી તે હકનો સન્માન જળવાઈ રહે તે હેતુથી ગુજરાત માહિતી આયોગ દ્વારા આવી દંડની કાર્યવાહી કરવામાં આવે છે. આ કેસ પણ તેના ઉત્તમ ઉદાહરણરૂપે સાબિત થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!