HomeAllમોરબીના લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ અને બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂત શિબિર...

મોરબીના લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ અને બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂત શિબિર યોજાઈ

બાગાયત પાક વ્યવસ્થાપન, રોગ-જીવાત નિયંત્રણ તથા સરકારી સહાયલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

મોરબી, તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી જિલ્લામાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના હેતુથી જિલ્લા બાગાયત ખાતા દ્વારા ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. ૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર (જૂના સાદુળકા) ગામે યોજાયેલી આ શિબિરમાં બાગાયત ખાતાના અધિકારીઓ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ગોર ખીજડીયાના કૃષિ નિષ્ણાતોએ ઉપસ્થિત રહી ખેડૂતોને બાગાયતી ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

શિબિરમાં બાગાયત ખાતાની વિવિધ નવીન યોજનાઓ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, બાગાયતી પાકોમાં વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન તેમજ રોગ-જીવાત નિયંત્રણ અંગે ખેડૂતોને સઘન માહિતી આપવામાં આવી હતી. સાથે જ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ અને સરળતાથી લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

શિબિર દરમિયાન ખેડૂતો દ્વારા બાગાયતી ખેતી અને પ્રાકૃતિક કૃષિ સંબંધિત વિવિધ બાબતો અંગે નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક શિબિરમાં ભાગ લીધો હતો. આ અંગેની માહિતી મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments