HomeAllમાતાપિતાથી વિખૂટા પડેલા 12 વર્ષના બાળકને વાંકાનેર પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

માતાપિતાથી વિખૂટા પડેલા 12 વર્ષના બાળકને વાંકાનેર પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

નવરાત્રી દરમિયાન વાંકાનેરથી કચ્છ તરફ જતા પદયાત્રીઓ માટે હુવા નજીકના સેવાકીય કેમ્પમાંથી બપોરે 3:30 વાગ્યે 12 વર્ષનું બાળક પરિવારથી વિખૂટું પડી ગયું હોવાની જાણ 112 હેલ્પલાઇન મારફતે થતાં બાળકને વાંકાનેર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું.

પીઆઈ બી.વી. પટેલની સૂચનાથી પીએસઆઈ ડી.વી. ખાંભલા સહિતની ટીમે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. હુવા બીટના એએસઆઈ સુરેશભાઈ ચાવડાએ બાળક સાથે હિન્દીમાં વાતચીત કરી સ્થાનિક સંપર્કો, માધ્યમો અને હેલ્પલાઇનની મદદથી તેના પરિવાર અંગેની વિગતો મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

આશરે ત્રણ કલાકની સતત કામગીરી બાદ પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. ત્યારબાદ વાલી-વારસદારોને પોલીસ મથકે બોલાવી બાળકને સુરક્ષિત રીતે તેમના હવાલે કરવામાં આવ્યું હતું.

બાળકને પરત મળતા માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. સમગ્ર કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ, કોન્સ્ટેબલ હિરલબેન દિનેશભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સહિતની ટીમ જોડાઈ હતી.

112ની તાત્કાલિક મદદ અને પોલીસની સતર્કતાથી વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન થતાં નવરાત્રીના સેવાકીય માહોલમાં ‘ખાખીની માનવતા’નું સુંદર ઉદાહરણ સામે આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments