મેડિકલ કોલેજની બાજુમાં, OSEM (CBSE) સ્કૂલ સામે કચેરી ખસેડાઈ; રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામને નવા સરનામાની નોંધ લેવા અનુરોધ

મોરબી, તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૬: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

અગાઉ ઓમ શાંતિ પ્રિ-સ્કૂલ, સૂર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ ખાતે કાર્યરત આ કચેરી હવે નવા સ્થળે કાર્યરત કરવામાં આવી છે.

નવું સરનામું: જિલ્લા રમત સંકુલ, OSEM (CBSE) સ્કૂલની સામે, મેડિકલ કોલેજની બાજુમાં, મોરબી-રાજકોટ રોડ, મોરબી-૩૬૩૬૪૩.

જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સરકારી તથા અર્ધસરકારી કચેરીઓ, રમતગમત મંડળો, ખેલાડીઓ તેમજ સામાન્ય નાગરિકોને કચેરી સંબંધિત તમામ પત્રવ્યવહાર, રજૂઆતો અને સંપર્ક માટે હવેથી ઉપરોક્ત નવા સરનામાનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.






















