HomeAllમોરબીમાં એઈમ્સના ડોકટરોને સાથે રાખીને નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાશે

મોરબીમાં એઈમ્સના ડોકટરોને સાથે રાખીને નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાશે

મોરબી: મોરબી શહેર અને આસપાસના લોકોને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહે તે હેતુથી રાજકોટ એઇમ્સ (AIIMS) હોસ્પિટલના સહયોગથી મોરબીમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તેમજ મહામંત્રી અરવિંદભાઇ વસાદડીયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આ કેમ્પમાં દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરીને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ જરૂરી દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવશે તેવી માહિતી આપી હતી. આ કેમ્પ એલ. ઈ. કોલેજની બાજુમાં આવેલ મયુર હોસ્પિટલ ખાતે 10 ઓક્ટોબર, શનિવારના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

આ કેમ્પનો મોરબીવાસીઓને વધુમાં વધુ લાભ લેવા માટે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, આ કેમ્પમાં ન્યુરોસર્જન, યુરોલોજી, નેફ્રોલોજી, કેન્સર, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફેફસા, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડી, કાન-નાક-ગળા, આંખ, જનરલ મેડિસિન, હાડકાં, દાંત, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી અને ડાયેટિશિયન સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબો સેવા આપશે. તેમજ આ મેગા મેડિકલ કેમ્પમાં સર્વરોગનું નિદાન તથા તબીબી માર્ગદર્શન નિ:શુલ્ક આપવામાં આવનાર છે તેમજ દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવશે. જેથી મોરબી જિલ્લાના લોકો માટે આ કેમ્પ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયી બની રહેશે. તેવી લાગણી આયોજકોએ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments