
દેશને ટોચના ત્રણ અર્થતંત્રમાં સામેલ કરવાની પ્રતિબદ્ધતા : એક દિવસ મેઈક ઈન ઈન્ડિયા વિમાન ભારત જોશે

નવી દિલ્હી તા.7 ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન તરીકેના 25 વર્ષનો મારા કાર્યકાળ દરમ્યાન અનેક ચુંટણીઓ આવી અને જનતાએ મને હંમેશા સેવા માટે પસંદ કર્યો છે. આજે હું જે કાંઈ છું અને જયાં પણ છું તેમાં સૌથી મોટુ યોગદાન દેશની જનતાનું છે અને મારા પર દેશના દરેક નાગરિકનો સૌથી મોટો હકક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેવાના 25 વર્ષ નિમિતે દિલ્હીમાં ઈન્દિરા ગાંધી સ્ટેડીયમમાં આયોજીત એક ખાસ કાર્યક્રમમાં બોલતા આ વિધાનો ભાવુકપણે કર્યા હતા અને કહ્યું કે આ 25 વર્ષ જનતાના વિશ્વાસ અને મારા માટે અનુભવની મુડી છે.

વડાપ્રધાને ખાસ કરીને આજની યુવા પેઢીને સંબોધન કરતા કહ્યું કે તેઓએ 2047 સુધીમાં દેશને વિકસીત કરવાનો સંકલ્પ લીધો છે તેના માટે `વી વીલ ડુઈંગ’નો નારો આપ્યો હતો અને તેઓએ ગુજરાતથી લઈ કેન્દ્રમાં તેમની સરકારની ઉપલબ્ધીઓ અંગે જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે ભારતને નવી ઉંચાઈએ પહોંચાડવા માટે જે જોશ અને જે જુસ્સો જોઈએ તે માટે એક જ સંદેશ છે કે આપણે તે કરીને જ રહીશું. શ્રી મોદીએ પોતાના સંબોધનમાં ઉમેર્યુ કે ભારતને દુનિયાની ટોચની ત્રણ ઈકોનોમીમાં લાવશું. તેમણે ઉમેર્યુ કે સરકારના વડા તરીકેના 25 વર્ષનું હું આત્મસ્લાધા પડતો નથી.

25 વર્ષ પહેલા 50 વર્ષની ઉંમરમાં જંગલમાં આદિવાસીઓની સેવા કરવામાં અને પહાડોમાં જીંદગી વિતાવી અને ભારતીય જનતા પક્ષના સંગઠનના માર્ગે કામ કરવાનો મારો રાજનીતિક રેકોર્ડ છે. વડાપ્રધાને કહ્યું કે મે 25 વર્ષ અગાઉ અનેક ચુંટણીઓ લડાવી હતી પણ એક પણ ચુંટણી લડી ન હતી. ચુંટણીના રાજકારણમાં જો મને ચમકવાની ઈચ્છા હોત તો બહુ પહેલા મેદાનમાં આવી ગયો હોત. પરંતુ તે મારો મિજાજ ન હતો. હું જીવનમાં શું બનીશ, મારું શું થશે તે કદી વિચાર્યુ નહી.

પરંતુ હું કોઈ મહત્વકાંક્ષા નહી મિશન માટે જીવનારો વ્યક્તિ છું. તેઓએ જણાવ્યું કે એક દિવસ મેઈડ ઈન ઈન્ડિયા વિમાન ભારત જોશે. તેમણે કહ્યું કે આજે ભારતના પાઈલોટનો જુસ્સો દુનિયા જોઈ રહી છે. ઓપરેશન સિંદુરનો પણ તેમણે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આતંકીઓના આકાને ઘરમાં ઘુસીને માર્યા હતા. મોદીએ કહ્યું કે વિકસીત ભારત અને ઓલિમ્પિકનું આયોજન એ આપણો સંકલ્પ છે.





















