
ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા ૯ ઑક્ટોબરથી ‘વિશ્વ ટપાલ દિવસ અને રાષ્ટ્રીય ડાક સપ્તાહ–૨૦૨૬’ : ની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે દેશમાં સૌપ્રથમ વખત ગુજરાત પોસ્ટ વિભાગ અને ગુજરાત પોલીસ વચ્ચે ‘digiPost’ પહેલ અંતર્ગત ટ્રાફિકના ઈ-ચલણની ઘરે ડિલિવરી કરવા માટે વિશેષ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. સ્ટેટ ટ્રાફિકના એસપી સુશ્રી સાહિત્યા વી. અને પોસ્ટલ ડાયરેક્ટર સુશ્રી અનુબ્રતા દાસ વચ્ચે આ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ગુજરાત સર્કલના મુખ્ય પોસ્ટ માસ્તર જનરલ ગણેશ સાવલેશ્વરકરે વિગતો આપતાં જણાવ્યું કે, આ પહેલ હેઠળ ટ્રાફિકના ઈ-ચલણ ડિજિટલ માધ્યમથી ઇન્ડિયા પોસ્ટને મોકલાશે અને સ્થાનિક પોસ્ટમેન દ્વારા સંબંધિત નાગરિકના ઘરે પહોંચાડવામાં આવશે. ડિજિટલ સંચાર અને ભૌતિક ડિલિવરીને જોડતી આ નવીન ‘Phygital’ (ફિજિટલ) સેવાથી ઈ-ચલણ સંબંધિત માહિતી ઝડપી અને ટ્રેક કરી શકાય તેવી રીતે નાગરિકો સુધી પહોંચશે, જેનાથી ઈ-ચલણના નામે થતા સાયબર ફ્રોડને અટકાવી શકાશે. ભવિષ્યમાં પોસ્ટ ઑફિસ ખાતે જ ઈ-ચલણ ભરી શકાય તે અંગે પણ વિચારણા ચાલી રહી છે.

૧૮૭૪માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)ની સ્થાપનાની યાદમાં યોજાતી આ ઉજવણીની આ વર્ષની થીમ ‘One Postal Network, Infinite Possibilities’ રાખવામાં આવી છે, જે અંતર્ગત ૧૫ ઑક્ટોબર સુધી વિવિધ જનજાગૃતિ અભિયાનો યોજાશે. દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ સહિત ગુજરાત સર્કલમાં કુલ ૮,૮૭૭ પોસ્ટ ઑફિસનું વિશાળ નેટવર્ક છે, જેણે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૪૫ લાખથી વધુ પાર્સલ, ૩. ૭૨ કરોડ ટપાલ વસ્તુઓ અને આશરે ૨ લાખ આંતરરાષ્ટ્રીય ટપાલ સાહિત્યનું હેન્ડલિંગ કર્યું છે. આ ઉપરાંત VADOPEX–2026 અને PATANPEX–2026 જેવા પ્રદર્શનો દ્વારા ફિલાટેલીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. નાણાકીય સમાવેશ, સામાજિક સુરક્ષા અને FPO ને પ્રોત્સાહન: ગુજરાતમાં પોસ્ટ ઑફિસ સેવિંગ્સ બેંકના ૧.

૬૩ કરોડથી વધુ અને IPPB ના ૪૬ લાખથી વધુ ખાતાં કાર્યરત છે. PLI અને RPLI યોજનાઓ હેઠળ ગત નાણાકીય વર્ષમાં ૨. ૧૭ લાખ પોલિસીઓ મારફતે રૂ. ૧૩. ૯૩ કરોડનું પ્રીમિયમ એકત્રિત કરાયું હતું તથા ૫૬,૮૩ર્૮ દાવાઓનું નિરાકરણ કરાયું હતું. આ ઉપરાંત, NFSA ઈ-કેવાયસી અને PMEGP ચકાસણી હેઠળ ૧૮.

૯૮ લાખથી વધુ આધાર સંબંધિત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ડિજિટલ વાણિજ્યને વેગ આપવા ONDC માધ્યમથી ૭ ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) ને જોડીને ૬૦,૦૦૦ થી વધુ માલસામાનની હેરફેર સરળ બનાવવામાં આવી છે, જેનાથી નાના ઉત્પાદકોને વિશાળ બજાર મળ્યું છે.





















