
અશ્વિન: વ્યાસ દ્વારા, ગાંધીનગર -રાજ્યના ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રીતે સધ્ધર તથા ઊર્જા ક્ષેત્રે નિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત લોકકલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ અંતર્ગત ૨ કિલોવોટ ક્ષમતા સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવા માટે વધારાની સ્ટેટ સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ યોજનાના અમલીકરણથી રાજ્યના ૩ લાખથી વધુ પરિવારોને સીધો આર્થિક લાભ મળશે, જેના માટે રાજ્ય સરકાર અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડનો જંગી ખર્ચ ભોગવશે.

નવા નિર્ણય મુજબ નાગરિકોનો ફાળો અને સબસિડીનું માળખું: આ નવા નિર્ણય અનુસાર, ૧ કિલોવોટ અને ૨ કિલોવોટની સોલાર સિસ્ટમના નિર્ધારિત બેન્ચમાર્ક કોસ્ટ સામે સામાન્ય વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર ૧૦% જ ફાળો આપવાનો રહેશે, જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના ગ્રાહકોએ માત્ર ૫% ફાળો જ ભોગવવાનો રહેશે. કેન્દ્ર સરકારની મળવાપાત્ર સહાય અને લાભાર્થીના આ ન્યૂનતમ ફાળા બાદની બાકીની તમામ રકમ રાજ્ય સરકાર સબસિડી સ્વરૂપે ચૂકવશે.

* ૧ કિલોવોટ ક્ષમતા (કુલ બેન્ચમાર્ક ખર્ચ રૂ. ૫૪,૦૦૦): અગાઉ કેન્દ્ર સરકારની રૂ. ૩૨,૪૦૦ સહાય બાદ નાગરિકોએ રૂ. ૨૧,૬૦૦ ચૂકવવા પડતા હતા. હવે રાજ્ય સરકારની વધારાની સબસિડીથી સામાન્ય નાગરિકોએ માત્ર રૂ.

૫,૪૦૦ (જેમાં રાજ્ય સરકાર રૂ. ૧૬,૨૦૦ સબસિડી આપશે) અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ. ૨,૭০০ (જેમાં રાજ્ય સરકાર રૂ. ૧૮,૯૦૦ સબસિડી આપશે) જ ચૂકવવા પડશે.

* ૨ કિલોવોટ ક્ષમતા (કુલ બેન્ચમાર્ક ખર્ચ રૂ. ૧,૦૭,૨၀၀): અગાઉ કેન્દ્ર સરકારની રૂ.

૬૨,૮૦૦ સહાય બાદ નાગરિકોએ રૂ. ૪૪,૪૦૦ ચૂકવવા પડતા હતા. હવે નવા નિર્ણય મુજબ સામાન્ય નાગરિકોએ માત્ર રૂ. ૧૦,૭૨૦ (જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૩,૬૦૦ સબસિડી અપાશે) અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ.

૫,૩૬૦ (જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૮,૯૬૦ સબસિડી અપાશે) જ ફાળો આપવાનો રહેશે. સોલાર ઊર્જા ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર સિદ્ધિ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યના અત્યાર સુધીમાં ૧૪ લાખથી વધુ પરિવારોએ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવી છે. તે પૈકી માત્ર ‘પીએમ સૂર્ય ઘર’ યોજના અંતર્ગત જ ૮.

૫ લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યોજનાના પરિણામે નાગરિકોનું વીજ બિલ શૂન્ય થઈ રહ્યું છે અને વધારાની વીજળી ઉત્પન્ન કરીને પરિવારો આવક પણ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોના સર્વાંગી વિકાસ અને પર્યાવરણપ્રિય હરિત ઊર્જાના વ્યાપને વધારવા માટે સતત કટિબદ્ધ છે.



















