શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરિવાર સહિત ઉપસ્થિત રહી આ ભવ્ય રાસોત્સવને સફળ બનાવવા અને ભારતીય સંસ્કૃતિની પરંપરાને વધુ મજબૂત બનાવવા સૌ સમાજબંધુઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગતો : તારીખ: ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ (રવિવાર), સમય: રાત્રે ૮:૦૦ વાગ્યાથી

સ્થળ: નવરાત્રી ગ્રાઉન્ડ, ઉમા ટાઉનશિપ મેઇન ગેટ સામે, ભારતી વિદ્યાલય પાસે, મોરબી-૨

આયોજક મંડળના મહામંત્રી ધર્મભાઈ રાવલ, પ્રમુખ કૌશલભાઈ મહેતા અને મહામંત્રી પિયુષભાઈ જોષી દ્વારા કાર્યક્રમમાં સહભાગી થવા સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે.
























