HomeAllધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં મોટો કડાકો: ચાંદી એક જ ઝાટકે 8,000 રૂપિયા સસ્તી,...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં મોટો કડાકો: ચાંદી એક જ ઝાટકે 8,000 રૂપિયા સસ્તી, સોનું પણ ગગડ્યું!

સોના-ચાંદીની: કિંમતોમાં સોમવારે જ્યાં તેજી જોવા મળી હતી, તો મંગળવારે આ બન્ને કિમતી ધાતુઓના ભાવમાં ફરી કડાકો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં પ્રતિ કિલોએ રૂ.8,000નો ઘટાડો, તો વળી સોનું રૂ.1300 સસ્તુ થયું છે. ચાંદીમાં લગભગ 5 અને સોનામાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક અઠવાડિયાથી સતત કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ચાંદી 1.80 લાખ રૂપિયાની નીચે સરકી : મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર અગાઉના સત્રમાં ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો અને ભાવ રૂ.1.83 લાખને પાર પહોંચી ગયા હતા. જો કે, મંગળવારે બજાર ખૂલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો હતો અને તે ફરીથી 1.80 લાખ રૂપિયાની નીચે આવી ગઈ હતી. અગાઉના બંધ ભાવ રૂ.1,83,779ની સામે બજાર ખૂલતા જ એક જ ઝાટકે ચાંદી પ્રતિ કિલો રૂ.4,429 સસ્તી થઈ ગઈ હતી. આ પછી બપોરના સમયે પણ ઘટાડો યથાવત રહેતા ચાંદી પ્રતિ કિલો રૂ.8,000 સસ્તી થઈ ગઈ છે. ઓલટાઈમ હાઈ લેવલથી રૂ.2.40 લાખ ટૂટ્યા : નોંધનીય છે કે, ચાંદીની કિંમતમાં આવેલો આ ઘટાડો તેની લાઈફ ટાઈમ હાઈ લેવલથી ઘણી સસ્તી થઈ ગઈ છે.

29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ પોતાના તામમ રેકોર્ડ તોડતા પ્રતિ કિલો રૂ.4 લાખનો આંકડો પાર કરી રૂ.4,20,048ના હાઈ લેવલ પર પહોંચી હતી. પરંતુ હાલમાં ચાંદી ઓલ ટાઈમ હાઈ લેવલથી રૂ.2.40 લાખ સસ્તી મળી રહી છે. ચાંદી જ નહીં સોનું પણ થયું સસ્તું : ચાંદની જેમ સોનું પણ સસ્તું થયું છે. MCX પર 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળું 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ઘટીને રૂ.1,38,800 પર આવી ગયું છે. અગાઉના સત્રમાં સોનું રૂ.1,40,186 પર બંધ થયું હતું. આમ, બજાર ખૂલતાની સાથે જ સોનું એક જ ઝાટકે પ્રતિ 10 ગ્રામ રૂ.1,386 સસ્તું થયું છે.

આંતરરાષ્ટ્રીય મંદીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. સ્થાનિક અને વાયદા બજારમાં આવી રહેલા આ ઘટાડાથી બુલિયન માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પડી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments