HomeAllEPFOની WhatsApp સર્વિસ શરૂ થતાં જ સર્જાઈ ટેકનિકલ ખામી: યુઝર્સે દર્શાવ્યો આક્રોશ,...

EPFOની WhatsApp સર્વિસ શરૂ થતાં જ સર્જાઈ ટેકનિકલ ખામી: યુઝર્સે દર્શાવ્યો આક્રોશ, બોલ્યા- “સર્વિસ કામ નથી કરી રહી”

કર્મચારી: ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) પીએફ ખાતાધારકોની સુવિધા માટે WhatsApp સર્વિસ શરૂ કરી છે, જેથી લોકો ઘરે બેઠા સરળતાથી પીએફ બેલેન્સ ચેક કરી શકે, છેલ્લું ટ્રાન્ઝેક્શન જોઈ શકે અને પાસબુક ડાઉનલોડ કરી શકે. જોકે, આ નવી સર્વિસ શરૂ થતાંની સાથે જ યુઝર્સને ભારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો સતત ફરિયાદ કરી રહ્યા છે કે આ સુવિધા યોગ્ય રીતે કામ કરી રહી નથી.EPFO દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, સભ્યો WhatsApp દ્વારા નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે:

યુઝર્સ +91 8796441800 નંબર પર ‘Hi’ મેસેજ મોકલીને અથવા QR કોડ સ્કેન કરીને સેવા શરૂ કરી શકે છે.આ સુવિધા દ્વારા યુઝર્સ પોતાનું EPF બેલેન્સ ચકાસી શકે છે, છેલ્લા ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવી શકે છે અને પાસબુક ડાઉનલોડ કરી શકે છે.ચેટ શરૂ કરતી વખતે યુઝર્સને પોતાની પસંદગીની ભાષા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.Loading tweet…યુઝર્સને પડી રહી છે મુશ્કેલી: OTP અને સિસ્ટમ એરર

સર્વિસ લોન્ચ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે: ઘણા યુઝર્સ જ્યારે બેલેન્સ ચેક કરવાનો કે લોગિન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે સ્ક્રીન પર “We’re unable to send the OTP right now. Please try again after some time” જેવો મેસેજ જોવા મળે છે. બેલેન્સ તપાસવા જતાં સિસ્ટમ તરફથી “We couldn’t complete that. Something went wrong. Please try again after some time”ની એરર આવી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતાં કહી રહ્યા છે કે વારંવાર પ્રયાસ કરવા છતાં પણ કોઈ માહિતી મળતી નથી અને સર્વિસ સંપૂર્ણપણે ઠપ છે.

અગાઉ વર્ષ 2020માં પણ શરૂ થઈ હતી હેલ્પલાઇન : નોંધનીય છે કે EPFOએ અગાઉ વર્ષ 2020માં પણ WhatsApp હેલ્પલાઇન સેવા શરૂ કરી હતી, જેનો મુખ્ય હેતુ સભ્યોની ફરિયાદોનું નિવારણ કરવાનો હતો. ત્યારબાદ આ સુવિધાનો વિસ્તાર કરીને તેને ડિજિટલ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, હાલમાં શરૂ કરાયેલી આ નવી ડાયરેક્ટ ચેટબોટ સર્વિસમાં ટેકનિકલ ખામીઓ સર્જાતાં યુઝર્સે તેને વહેલી તકે સુધારવાની માંગ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments