HomeAllરૂા.10 - 20 - 50ની નોટોની અછત થશે! RBI ના નામથી વાયરલ...

રૂા.10 – 20 – 50ની નોટોની અછત થશે! RBI ના નામથી વાયરલ પરિપત્ર `ફેક’ : કોઈ ચિંતા નથી

મુંબઈઃ દિવાળી પર રૂા.10-20-50ની નોટોની અછત થશે અને દિવાળી બાદ તો આ નાની નોટ મળશે જ નહી. કારણ કે આરબીઆઈએ આ નોટો પ્રિન્ટ કરવાનું જ બંધ કરી દીધુ છે તેવા રિઝર્વ બેંકના લોગો અને લેટરપેડ પરિપત્ર પર જે એક અહેવાલ વાયરલ થયા છે તે પછી લોકોમાં ઉચાટ છવાયો હતો. સોશ્યલ મીડીયામાં વાઈરલ થયેલો સંદેશ લોકો સાચો માનીને દિવાળી તથા દિવાળી બાદ પરેશાનીનો સામનો કરવો પડશે તેવી ચર્ચા પણ શરૂ થઈ હતી પણ સરકારના સતાવાર પ્રેસ ઈન્સ્પેકશન બ્યુરોએ ખાસ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ અહેવાલ-તસ્વીર તથા જે કંઈ કહેવાયુ છે. તે તમામ ફેક એટલે કે બનાવટી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આવો કોઈ સકર્યુલર જારી કર્યો જ નથી અને દિવાળી પુર્વે કે પછી રૂા.10-20-50ની નોટની અછત સર્જાશે તેવા અહેવાલ ખોટા છે. રિઝર્વ બેંકે આવી કોઈ જાહેરાત જ કરી નથી તેથી આ પ્રકારના ખોટા દાવાથી સાવધાન રહેવું જરૂરી છે. આ પ્રકારના કોઈ શંકાસ્પદ સમાચાર આવે તો તે શેર કે વાયરલ કરવાના બદલે પહેલા ઓફીશ્યલ સોર્સથી તેની સત્યતા ચકાસવી જોઈએ. તેઓ પીઆઈબી પાસે મોબાઈલ નંબર 91-8799711259 પર તે મોકલી શકશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments