HomeAllગુજરાતમાં ઓછા વરસાદના લીધે 147 જળાશયોમાં 70 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ, અલ...

ગુજરાતમાં ઓછા વરસાદના લીધે 147 જળાશયોમાં 70 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ, અલ નીનોની અસર…

ગુજરાતના: અનેક જિલ્લાઓ આ વર્ષ ઓછો વરસાદ પડયો હતો. જેના લીધે રાજ્યના અનેક જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થયો છે. જેમાં નબળા ચોમાસાના લીધે ચાર જિલ્લાઓને દુષ્કાળ અસર ગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યા છે.રાજ્યના 17 મુખ્ય જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઘટ્યો

આ અંગે મળતી માહિતી મુજબ નવેમ્બર 2025માં ગુજરાતના કુલ 206 જળાશયોમાં 15,284.37 એમસીએમ પાણીનો જથ્થો હતો. જે આ વર્ષે ઘટીને 10,103 એમસીએમ થયો છે. આમ એક વર્ષમાં પાણીના જથ્થામાં 5,181.37 એમસીએમનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રાજ્યના 17 મુખ્ય જળાશયોમાં પણ પાણીનો જથ્થો 12,783.78 એમસીએમથી ઘટીને 8,840.65 એમસીએમ થયો છે.વરસાદની ટકાવારીમાં પણ 29.79 ટકાનો ઘટાડો

આ ઉપરાંત રાજ્યમાં આ વર્ષે 89.34 ટકા વરસાદ નોંધાયો છે. તેની સરખામણીએ ગત વર્ષ 2025 119.13 વરસાદ નોંધાયો હતો. આમ વરસાદની ટકાવારીમાં પણ 29.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.સરદાર સરોવર ડેમમાં પાણીના જથ્થામાં વધારો

જોકે, રાજય માટે રાહતની બાબત એ છે કે, સરદાર સરોવર ડેમમાં આ વખતે પાણીનો જથ્થો ગત વર્ષની સરખામણીએ વધુ છે. નવેમ્બર 2025માં ડેમમાં 9,369.82 એમસીએમ પાણીનો જથ્થો હતો, જે આ વખતે વધીને 9,440.68 એમસીએમ થયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ ડેમમાં 70.86 એમસીએમ વધુ પાણીનો સંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે, અલનીનોની અસરના કારણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં વરસાદની સ્થિતિ અત્યંત નબળી રહી છે. જ્યારે ગત વર્ષે નવેમ્બર મહિનામાં રાજ્યના 151 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો.

જે આ વર્ષે ઘટીને માત્ર 35 જળાશયો રહ્યા છે. બીજી તરફ, ગત વર્ષે 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો ધરાવતા જળાશયોની સંખ્યા 30 હતી, જે આ વર્ષે વધીને 147 થઈ છે. આમ, એક જ વર્ષમાં જળાશયોની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments