પ્રથમ ત્રણ વિજેતાઓને આકર્ષક ઇનામો, તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ અપાશે

તા. ૦૭/૧૧/૨૦૨૬: વાંકાનેર ખાતે ચંદ્રપુર ગ્રામ પંચાયતના માજી સભ્ય દુષ્યંતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું આયોજન શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે.

આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ભાઈઓ તથા બહેનોને આયોજકો દ્વારા ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રસ ધરાવતા સ્પર્ધકોએ આપેલા સંપર્ક નંબરો પર વહેલી તકે નોંધણી કરાવી લેવાની રહેશે. સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે, જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ રંગોળી બનાવવા માટેની જરૂરી સામગ્રી પોતાની સાથે લાવવાની રહેશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને રંગોળીની કલાત્મકતાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજકો દ્વારા સૌને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

સ્પર્ધાની વિગતો: સમય: સાંજે ૪:૦૦ થી ૬:૦ કલાક, તારીખ: ૦૭/૧૧/૨૦૨૬, સ્થળ: શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા સોસાયટી, વાંકાનેર, નોંધણી તથા વધુ માહિતી માટે સંપર્ક: ૮૩૨૦૦ ૧૫૪૦૨ ૯૮૨૫૮ ૩૦૦૪૫ (અહેવાલ : અજય કાંજીયા)























