HomeAll24 એપ્રિલએ મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ

24 એપ્રિલએ મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ

મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના આસ્થા કેન્દ્ર એવા કુળદેવી ભગવતી માઁ બહુચરાજી માતાજીના નૂતન, દિવ્ય અને ભવ્ય મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પવિત્ર કાર્ય અંતર્ગત મંદિરના પ્રથમ શીલાસ્થાપન વિધિનો શુભ આરંભ આગામી તા 24 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 8:00 વાગ્યાથી કરવામાં આવશે.

આ તકે નારણકા સહિત બગથળા, હડમતીયા, થોરાળા, ચમનપર, માનસર, મહેન્દ્રનગર, સુરેન્દ્રનગર તથા મહેન્દ્રગઢ (ફગશિયા) સહિત વિવિધ વિસ્તારોમાં વસતા મેરજા પરિવારના સભ્યો તેમજ રોજગાર કે નોકરીના કારણે અન્યત્ર વસવાટ કરતા સમાજજનોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે, અને વિધિ પૂર્ણ થયા બાદ બપોરે 12:30 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments