
મોરબી : સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્રભક્ત અજય લોરીયા દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિશાળ ધ્વજ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ મુજબ તા. 14 ઓગસ્ટ, ગુરુવારના સવારે 9 વાગ્યાથી મોરબી સુપર માર્કેટ નજીક 15,000 તિરંગાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે,

જેથી મોરબીના નાગરિકો પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગૌરવભેર ભાગ લઈ શકે.

અજય લોરીયાએ મોરબીવાસીઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા અપીલ કરી છે, જેથી દેશપ્રેમનો સંદેશ ઘેર ઘેર પહોંચે અને દરેક ઘર પર તિરંગા લહેરાય.


















