HomeAllભરઉનાળે મોરબીમાં બે દિવસનો પાણીકાપ : અનેક વિસ્તારોમાં પાણી વિતરણ રહેશે બંધ

ભરઉનાળે મોરબીમાં બે દિવસનો પાણીકાપ : અનેક વિસ્તારોમાં પાણી વિતરણ રહેશે બંધ

મોરબી : મોરબી શહેરમાં રવાપર-ઘુનડા રોડ પર ચાલી રહેલી કામગીરી તેમજ ગૌશાળા હેડવર્ક્સના રીનોવેશન કામને પગલે મોરબી મહાનગર પાલિકા દ્વારા આજે ગુરુવાર અને આવતીકાલે શુક્રવાર એમ બે દિવસ માટે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. ભરઉનાળાના સમયમાં પાણી વિતરણ પ્રભાવિત થતાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડશે.

મહાનગર પાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે રવાપર-ઘુનડા રોડના કામ અને ગૌશાળા હેડવર્ક્સના રીનોવેશનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

આ પાણીકાપ હેઠળ રવાપર રોડ વિસ્તાર ઉપરાંત ગૌશાળા હેડવર્ક્સ હેઠળ આવતા સુરજબાગ, દરબારગઢ, રણછોડનગર સહિતના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી પાણી વિતરણ નહીં કરવામાં આવે.

મહાનગર પાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને જરૂરી પ્રમાણમાં પાણીનો સંગ્રહ અગાઉથી કરી લેવા અનુરોધ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments