HomeAllધોમધખતા તાપ વચ્ચે ત્રણ દિવસ ગુજરાતના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ,...

ધોમધખતા તાપ વચ્ચે ત્રણ દિવસ ગુજરાતના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જતો રહ્યો છે. તેવામાં 19થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. આજે શનિવારે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
કેમ બદલાશે વાતાવરણ?

હવામાનમાં આ ફેરફાર માટે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર સર્જાયેલું ‘અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન’ જવાબદાર છે. આ સિસ્ટમને કારણે ભેજવાળા પવનો ફૂંકાશે અને પ્રી-મોન્સૂન જેવી ગતિવિધિઓ જોવા મળશે.

દેશમાં નબળા ચોમાસાના સંકેત

બીજી તરફ IMD(ભારતીય હવામાન વિભાગ)એ સંભાવના વ્યક્ત કરી છે કે 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે. જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ (IMD) મુજબ, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજ(LPA)ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે ‘બિલો નોર્મલ’ (સામાન્યથી ઓછું) શ્રેણીમાં આવે છે. સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે.

વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગે જાહેર કરાયેલા લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં આ વખતે દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝન (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન કુલ વરસાદ દીર્ઘકાલીન સરેરાશ(LPA)ના લગભગ 92 ટકા રહી શકે છે. આ અંદાજમાં પ્લસ માઇનસ 5 ટકાની ભૂલ શક્ય છે, એટલે કે વાસ્તવિક વરસાદ 87 ટકાથી 97 ટકાની વચ્ચે રહી શકે છે. એટલે કે વાસ્તવિક વરસાદ આનાથી થોડો ઉપર-નીચે થઈ શકે છે, પરંતુ પ્રારંભિક સંકેતો નબળા ચોમાસા તરફ ઇશારો કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments