HomeAllએક દેશ એક ચુંટણી : JPC આજથી ગુજરાતની મુલાકાતે

એક દેશ એક ચુંટણી : JPC આજથી ગુજરાતની મુલાકાતે

રાજકોટઃ દેશમાં 2029થી એક દેશ એક ચુંટણીના ખ્યાલનો અમલ કરવા ઝડપથી આગળ વધી રહેલી કેન્દ્રની મોદી સરકારે વિવિધ રાજયો- રાજકીય પક્ષો તથા સંબંધીત પક્ષો સાથે સંતલત કરવા તથા સૂચનો-અભિપ્રાયો મેળવવા રચેલી જોઈન્ટ પાર્લીયામેન્ટ્રી કમીટીનું આજે ગુજરાતમાં આગમન થયુ છે તથા તેઓ આજે રાજયના મુખ્ય સચીવ, મુખ્ય ચુંટણી અધિકારી સહિત વહીવટી માળખા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે.

કાલે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી તથા રાજયના વિવિધ રાજકીય પક્ષોના પ્રદેશ નેતાઓની સાથે બેઠક યોજશે. આ સંયુક્ત સંસદીય સમીતીના અધ્યક્ષ તરીકે વરિષ્ઠ સાંસદ તથા કાનૂની નિષ્ણાંત પી.પી.ચૌધરી છે તથા લોકસભાના 27 તથા રાજયસભાના 12 સાંસદો સાથે 37 સભ્યો અમદાવાદ આવ્યા છે. તેઓ રાજયના આધુનિક ગીફટ સીટીમાં રોકાણ કરશે.

એક દેશ એક ચુંટણી માટેના જરૂરી બંધારણીય તથા કાનુની સુધારા સહિતના ખરડામાં સંસદમાં દાખલ કરી દેવાયા છે અને તેની સાથે આ અંગે વ્યાપક રીતે સંમતી સર્જવા સંયુક્ત સંસદીય સમીતી રચાઈ છે જે અલગ અલગ રાજયો તથા સંબંધીત પક્ષકારોને મળી રહી છે તથા તેનો રિપોર્ટ સંસદમાં રજુ કરશે.

આજે રાજયના મુખ્ય સચીવ મનોજ દાસ, રાજયના પોલીસ વડા કેએનએસ રાવ, નાણા વિભાગના સચીવ ટી.નાગરાજન સહિતના 10થી વધુ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાશે.

આવતીકાલે સમીતી દ્વારા તમામ રાજકીય પક્ષોના વડાઓને એક બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આવ્યું છે અને તેઓના અભિપ્રાય મેળવાશે તથા સમીતી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળશે. સમીતી દ્વારા બે દિવસના આ રોકાણમાં જે વિવિધ મુદાઓ એક દેશ એક ચુંટણી સાથે સંકળાયેલા છે જે પર ચર્ચા થશે.

આ એક અત્યંત પેચીદો મુદો છે અને તેમાં બંધારણીય તથા કાનુની સુધારા વચ્ચે રાજકીય રીતે પણ ખૂબજ વિવાદી બની જશે તથા દેશમાં એક સાથે લોકસભા તથા તમામ રાજયોની ધારાસભા બેઠકો યોજવા અને બીજા તબકકામાં એટલે કે રાજયોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી યોજવી તથા તેમાં દેશભરમાં વ્યવસ્થા સહિતના મુદાઓ છે.

જો બહુમતીના અભાવે કે અન્ય કારણોસર વિધાનસભા-લોકસભા ભંગ થાય તો આ શેડયુલ તુટી શકે છે તે સંદર્ભમાં શું સહિતના પેચીદા મુદા ઉભા થશે. દેશમાં 1952થી 1967 સુધી એક સાથે લોકસભા-ધારાસભા ચુંટણીઓ યોજાતી જ હતી પણ તબકકાવાર તે શેડયુલ તૂટી પડયુ છે.

હવે આ વ્યવસ્થા ફરી ગોઠવવી પડકાકર છે. આજે આવી રહેલી કમીટીએ કોંગ્રેસના વરિષ્ઠ મહિલા નેતા પ્રિયંકા ગાંધી, ભાજપના બાંસુરી સ્વરાજ વિ.નો સમાવેશ થાય છે તથા એનસીપીના સુપ્રીમો સુલે પણ સામેલ થઈ શકે છે.

સંસદીય સમિતિનાં સભ્યોમાં કોણ-કોણ?
પી પી ચૌધરી (અધ્યક્ષ) BJP,સંબિત પાત્રા BJP, અનુરાગ ઠાકુર BJP,અનિલ બલૂની BJP,બૈજયંત પાંડા BJP,સી એમ રમેશ,BJPવિષ્ણુ દયાલ રામ BJP,વિષ્ણુ દત્ત શર્મા BJPભર્તૃહરિ મહતાબ BJP, પરષોત્તમ રૂપાલા ઇઉંઙ,ભુવનેશ્વર કલિતા BJP,ડો. કે. લક્ષ્મણ ઇઉંઙ,ઘનશ્યામ તિવારી BJP, સંજય જયસ્વાલ BJP,બાંસુરી સ્વરાજ BJPકવિતા પાટીદાર BJP,સંજય કુમાર ઝા JD(U),શ્રીકાંત શિંદે SHS,શામ્ભવી ચૌધરી LJP (RV),જી.એમ. હરીશ બાલયોગી TDP વલ્લભનેની બાલશૌરી JSP,

પ્રિયંકા ગાંધી INC રણદીપ સિંહ સુરજેવાલા INC, મનીષ તિવારી INC,મુકુલ વાસનિક INC, સુખદેવ ભગત INC,સુપ્રિયા સુલે NCP-SP, સંજય સિંહ AAP,કલ્યાણ બેનરજી AITC સાકેત ગોખલે AITC, ધર્મેન્દ્ર યાદવ SP,છોટેલાલ ખારવ SP,માનસ રંજન મંગરાજ BJD,પી વિલ્સન DMK,ટી. એમ. સેલ્વાગણપતિ DMK,વાય વી સુબ્બા રેડ્ડી YSRCP, વી. વિજયસાઈ રેડ્ડી YSR કોંગ્રેસ ,અનિલ દેસાઈ SS-UBT,કે.રાધાક્રિષ્નનCPI(M)

RELATED ARTICLES

Most Popular

Recent Comments