HomeAllહાઈવે ડ્રાઈવર્સ માટે એલર્ટ: NHAI દ્વારા ફેક FASTag Annual Pass સ્કેમ અંગે...

હાઈવે ડ્રાઈવર્સ માટે એલર્ટ: NHAI દ્વારા ફેક FASTag Annual Pass સ્કેમ અંગે ચેતવણી

હાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ હાઈવેનો હવે ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. હવે વડોદરા-ગોધરા સુધીનો નેશનલ એક્સપ્રેસ-4 પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે જેમ હાઈવે વધી રહ્યાં છે તેમ-તેમ સ્કેમ પણ વધી રહ્યાં છે. જો તમે નિયમિત રીતે હાઈવે પર મુસાફરી કરો છો, તો આ જાણવું ખૂબ જ જરૂરી છે.

National Highways Authority of India (NHAI) દ્વારા ફેક FASTag Annual Pass વેચતા સ્કેમર્સ વિશે ચેતવણી આપવામાં આવી છે. આ પ્રકારની ફ્રોડ વેબસાઇટ્સ અસલી જેવી દેખાય છે, જેના કારણે ઘણા લોકો સરળતાથી ફસાઈ જાય છે. આ ફેક પ્લેટફોર્મનો મુખ્ય હેતુ તમારી વ્યક્તિગત માહિતી અને પૈસા ચોરી કરવાનો છે.

એકવાર તમે તમારી માહિતી દાખલ કરો અથવા પેમેન્ટ કરો, પછી સ્કેમર્સ તેનો દુરુપયોગ કરી શકે છે, જેના કારણે નાણાકીય નુકસાન અને પ્રાઈવસીનો ખતરો ઊભો થઈ શકે છે. માત્ર ઓફિશિયલ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો NHAIએ સ્પષ્ટ જણાવ્યું છે કે FASTag સંબંધિત તમામ સેવાઓ, જેમાં Annual Pass પણ સમાવેશ થાય છે,

તે માટે માત્ર ઓફિશિયલ Rajmargyatra એપનો જ ઉપયોગ કરવો જોઈએ. યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે એપ ફક્ત Google Play Store અથવા Apple App Storeમાંથી જ ડાઉનલોડ કરો. પેમેન્ટ કરતા પહેલા હંમેશાં પબ્લિશરનું નામ ચકાસો. જો એપ અથવા વેબસાઇટ ઓફિશિયલ ન લાગે, તો તેનો ઉપયોગ ન કરો. સ્કેમમાં ફસાવાથી કેવી રીતે બચવું આવા સ્કેમથી બચવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો:

હંમેશાં ઓફિશિયલ એપ અથવા વેબસાઇટનો જ ઉપયોગ કરો એપ ડાઉનલોડ કરતા પહેલા પબ્લિશરની માહિતી ચકાસો અજાણ્યા SMS, WhatsApp અથવા ઇમેલમાં આવેલી લિંક્સ પર ક્લિક ન કરો ખૂબ સસ્તા અથવા તાત્કાલિક ઓફરોથી સાવચેત રહો OTP, બેંક ડીટેલ્સ અથવા પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી ક્યારેય શેર ન કરો પેમેન્ટ કરતા પહેલા વેબસાઇટ “https” સાથે સુરક્ષિત છે કે નહીં તે ચકાસોસાવચેત રહો, સુરક્ષિત રહો સ્કેમર્સ દિવસે-દિવસે વધુ ચાલાકીથી કામ કરી રહ્યા છે.

તેથી જાગૃતતા જ તમારો સૌથી મોટો બચાવ છે. નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે, તેથી હંમેશા ચકાસીને જ વિશ્વાસ કરો અને ઓફિશિયલ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments