HomeAllજેતપરના ઉપવાસ આંદોલનમાં રકતદાન માટે ખેડૂતો ઉમટયા : અમૃતિયાની તબિયત લથડી

જેતપરના ઉપવાસ આંદોલનમાં રકતદાન માટે ખેડૂતો ઉમટયા : અમૃતિયાની તબિયત લથડી

સરકાર અને કંપની સામેના આંદોલનમાં વધતો આક્રોશ : નેહુલભાઇ પડી જવા સમયે મેડીકલ ટીમ ગુમ ! પુરા રાજ્યમાંથી પહોંચી રહેલા કિસાનો

મોરબીના જેતપર ગામની ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતા વળતરની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં છ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલભાઈ અમૃતિયા ગઈકાલે રાત્રિના સમયે ચક્કર આવતા પડી ગયા હતા.

અને ત્યારબાદ 108 ની ટીમને સ્થળ ઉપર બોલાવીને તાત્કાલિક એવોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જોકે, 24 કલાક એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ રાખવા માટેનો કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં પણ ત્યાં રાત્રિના સમયે જ્યારે ઉપવાસની તબિયત લથડી હતી ત્યારે એમ્બ્યુલન્સ કે મેડિકલ સ્ટાફ હાજર ન હતો જેથી ગ્રામજનો અને ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી.

જેતપર ગામ પાસેથી ખાનગી વીજ કંપનીની લાઈન પસાર થઈ રહી છે અને તેના માટે વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી હાલમાં કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોના ખેતરની અંદર કામ શરૂ કરતાં પહેલાં ખેડૂતોને કેટલું વળતર મળશે ?, ક્યારે વળતર મળશે ? અને કેવી રીતે વળતર મળશે ? તે અંગેની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

જેથી ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે અને અગાઉ ખેડૂતોએ આ કામગીરી રોકાવા માટે થઈને પ્રયત્ન કર્યા હતા, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, ટ્રેક્ટર રેલી કરી હતી, પ્રતિક ઉપવાસ કર્યા હતા તેમ છતાં પણ તે લોકોની માંગણીને ધ્યાનમાં લેવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો દ્વારા હાલમાં તેઓના ખેતરની અંદર જે કામ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવામાં આવે અને વળતર બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તે સહિતના 6 માંગ સાથે ગત તા. 18 જૂનથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

આ આમરણાંત ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસથી પાંચ વ્યક્તિઓ આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા છે જેમાં પાછળથી એક પુરુષ અને ત્રણ મહિલા આમ કુલ ચાર વ્યક્તિઓ જોડાતા કુલ મળીને નવ વ્યક્તિઓ આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે જોકે, નેહુલભાઈ અમૃતિયા પ્રથમ દિવસથી જ આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે અને મંગળવારની રાત્રે નેહુલભાઈ અમૃતિયા બાથરૂમ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને ચક્કર આવવાના કારણે તેઓ પડી ગયા હતા અને ત્યારબાદ તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખ નીય છે કે, આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું ત્યારે પહેલા જ દિવસથી ઉપવાસી છાવણી ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સ્ટાફ રાખવા માટેનો લેખિતમાં હુકમ કરવામાં આવેલ છે તેમ છતાં પણ રાત્રિના સમયે જ્યારે ઉપવાસીની તબિયત લથડી હતી ત્યારે ઉપવાસી છાવણી પાસે એમ્બ્યુલન્સ કે મેડિકલ સ્ટાફ હાજર હતો નહીં જેથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી ફેલાય હતી અને ગામના ખેડૂતો પોતાના હક માટે થઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતો જીવે કે મરે તેની તંત્ર કે સરકાર કઈ પડી નથી તેઓ ઘાટ જેતપર ગામે જોવા મળ્યો હતો.

રક્તદાન કરવા ઉમટી પડ્યા
મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન 7 દિવસ થઈ ગયા છે અને સાતમા દિવસે ઉપવાસ છાવણી ખાતે ખેડૂતો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં સમગ્ર ગુજરાતમાંથી ખાનગી વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે રક્તદાન કરવા ખેડૂતો ઉમટી પડ્યા છે.
સવારે 9:00 વાગ્યાથી રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે .

અને તેમાં ઉપવાસી છાવણી ખાતે ન માત્ર જેતપર કે મોરબી જિલ્લો પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો દ્વારા વધુમાં વધુ સંખ્યામાં હાજર રહીને રક્તદાન કરવામાં આવે તેના માટે થઈને આહવાન કરવામાં આવ્યું છેગામમાં આવેલ મંદિરના મહંત કૈલાશગિરિ બાપુ તેમજ ગામના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટય કરીને રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવેલ હતો.

જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાલમાં તેઓના વીજ વાયર અને વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેઓની પાસેથી ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેના માટેની ખેડૂતો દ્વારા લડાઈ કરવામાં આવી રહી છે .

અને તેના જ ભાગરૂપે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ખેડૂતો રક્તદાન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરશે. ઉલેખનીય છે કે, ફેબ્રુઆરી 2025 માં રીબડા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 5419 બોટલ રક્ત એકત્રિત થયું હતું જેનાથી પણ વધુ રક્તની બોટલો જેતપર ગામે ઉપવાસી છાવણીમાં એકત્રિત થશે તેવો વિશ્વાસ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments