HomeAllકોમર્શિયલ ગેસના બાટલા આજથી સસ્તાઃ નાયરા એનર્જીએ ઘટાડયા પેટ્રોલ-ડિઝલના ભાવ

કોમર્શિયલ ગેસના બાટલા આજથી સસ્તાઃ નાયરા એનર્જીએ ઘટાડયા પેટ્રોલ-ડિઝલના ભાવ

સામાન્ય લોકોને સીધી અસર કરે તેવા ૭ ફેરફારો ઉપરાંત થોડાક અંશે રાહત થાય, તેવા ભાવ ઘટાડાઓ પણ આજથી લાગુ થયા છે. કેટલાક નિયમોમાં થયેલા ફેરફારો આજથી અમલી બની ગયા છે, જયારે કોમર્શિયલ ગેસ તથા નાયરા એનર્જીના પેટ્રોલ-ડીઝલ પણ સસ્તા થતા લોકોને આંશિક રાહત મળશે.

નાયરા એનર્જીએ દેશભરમાં પેટ્રોલના ભાવમાં ૫ અને ડીઝલમાં ૩નો ઘટાડો કર્યો છે. ૧ જુલાઈ ૨૦૨૬થી લાગુ આ ભાવઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને કારણે થયો છે. કંપનીએ તેના ૭૦૦૦થી વધુ પંપ પર નવા ભાવ લાગુ કર્યા છે. સરકારી કંપનીઓએ હજુ ભાવ ઘટાડ્યા નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ ઘટવાનો ફાયદો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈંધણ કંપની નાયરા એનર્જીએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ૫ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ૩ નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો ૧ જુલાઈ ૨૦૨૬થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે.

કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ ઓછો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો નીચે આવી છે. મુખ્ય દરિયાઈ વેપાર માર્ગો ફરી ખુલવાના કારણે ક્રૂડ ઓઈલ અને એલએનજીનો વૈશ્વિક પુરવઠો સામાન્ય બન્યો છે, જેના લીધે તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

જોકે, અલગ-અલગ રાજ્યોમાં વેટ અને અન્ય સ્થાનિક ટેક્સના કારણે ગ્રાહકો માટે અંતિમ છૂટક કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે.

નાયરા એનર્જી ગુજરાતના વાડિનારમાં વાર્ષિક ૨ કરોડ ટનની ક્ષમતા ધરાવતી મોટી રિફાઇનરી ચલાવે છે. મેન્ટેનન્સનું કામ પૂરું થયા બાદ આ રિફાઇનરી હાલ પૂરી ક્ષમતા સાથે ઈંધણનો પુરવઠો પૂરો પાડવા સજ્જછે.

દેશના ૯૦ ટકાથી વધુ પેટ્રોલ પંપનું સંચાલન કરતી સરકારી તેલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ (આઈઓસી), ભારત પેટ્રોલિયમ (બીપીસીઆઈ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ) એ હજુ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલના પંપ પર પેટ્રોલ રૂ।.૧૦૨.૧૨ પ્રતિ લીટર અને ડીઝલ રૂ।.૯૫.૨૦ પ્રતિ લીટરના જૂના ભાવે જ મળી રહૃાું છે.

માર્ચ મહિનામાં ઈરાન સંકટ વખતે નાયરા એનર્જીએ પેટ્રોલ રૂ।.૫ અને ડીઝલ રૂ।.૩ મોંઘું કર્યું હતું, જે વધારો હવે કંપનીએ પૂરેપૂરો પાછો ખેંચી લીધો છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આ જ સ્તરે સ્થિર રહેશે, તો આગામી દિવસોમાં સરકારી તેલ કંપનીઓ પણ ભાવ ઘટાડવા પર વિચાર કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ૫ કિલોગ્રામના નાના સિલિન્ડરના ભાવમાં રૂ।. ૧૩નો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તેની કિમત હવે રૂ।. ૮૦૮.૫૦ છે. અગાઉ, ૧ જૂને, ૫ કિલોગ્રામના નાના સિલિન્ડરના ભાવમાં રૂ।. ૧૧નો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે દિલ્હીમાં તેની કિમત રૂ।. ૮૨૧.૫૦ થઈ ગઈ હતી.

નાના સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી સ્થળાંતરિત મજૂરો તેમજ ઘરથી દૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. નાના સિલિન્ડર મુકત વેપાર એલપીજી શ્રેણીમાં આવે છે અને સરળતાથી ઉપલબ્ધ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments