HomeAllટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. દ્વારા નારી સંમેલન યોજાયું, મહિલાઓને કાયદાકીય હક્કો અને...

ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. દ્વારા નારી સંમેલન યોજાયું, મહિલાઓને કાયદાકીય હક્કો અને સરકારી યોજનાઓ અંગે અપાઈ માર્ગદર્શિકા

ટંકારા, તા. 6 જુલાઈ: મોરબી જિલ્લા પંચાયત સંચાલિત ટંકારા આઈ.સી.ડી.એસ. (ICDS) ઘટક દ્વારા ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા મંજૂર કરાયેલી ૨૭૦ નારી અદાલતોના કાર્ય, હેતુ, કાર્યપદ્ધતિ તેમજ મહિલાઓને તેમના કાયદાકીય હક્કોની વિસ્તૃત જાણકારી મળી રહે તે હેતુથી કલ્યાણપર ગામ ખાતે ‘નારી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તેમજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગરના ઉપસચિવ ધ્વનિબેન પંડ્યા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા તેમજ નારી અદાલતની કામગીરી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

સંમેલનમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી-મોરબી, બાળ સુરક્ષા એકમ, આરોગ્ય વિભાગ, નારી અદાલત, પોલીસ પ્રશાસન, તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી, સમાજ સુરક્ષા વિભાગ તેમજ એસ.બી.આઈ. બેંકના અધિકારીઓ અને પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓ, મહિલા સુરક્ષા, કાયદાકીય સહાય, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક સશક્તિકરણ સંબંધિત માહિતી આપી હતી.

કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓ, આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવી લાભાન્વિત થયા હતા.

આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, ઉપપ્રમુખ ઊર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા, ટંકારા આઈ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ. તેજલબેન દેકાવાડિયા, ઘટક કચેરીના સ્ટાફ તેમજ જિલ્લા પી.એસ.ઈ. કોર્ડિનેટર રમેશભાઈ ધોરિયાની સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments