
રાષ્ટ્રીય: શહેરી આજીવિકા મિશન દિન દયાલ અંત્યોદય યોજના (DAY –NULM) અંતર્ગત શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ નું સંચાલન મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી (IAS) ના માર્ગદર્શન હેઠળ UCD શાખા સાથે સંકલન મારફતે શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.આશ્રય ગૃહ ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને આશ્રય, બંને ટાઇમ ભોજન, ચા નાસ્તા, કપડાં ઉપરાંત, અહીંયા દરેક આશ્રિતો ઘર જેવું વાતાવરણ અનુભવી શકે તે માટે દરેક તહેવારો ની ધામધૂમથી જાહેર ઉજવણી કરવામાં આવે છે.


























