HomeAllમચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા નિરીક્ષણ

મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા નિરીક્ષણ

મોરબી, તા. ૧૪/૧૦/૨૦૨૬: મોરબી જિલ્લામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓ, ઉપલબ્ધ સુવિધાઓ અને રોજગારીની સંભાવનાઓનો અભ્યાસ કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મચ્છુ-૨ ડેમની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ડેમ ખાતે મત્સ્યોદ્યોગને લગતી વિવિધ કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે ફિશ કેચ કલ્ચર, માછીમારીની દૈનિક પ્રવૃત્તિઓ તથા મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમણે આ ક્ષેત્રમાં ચાલી રહેલી કામગીરી, ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અને મત્સ્યોદ્યોગના વિકાસ માટે રહેલી સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

મોરબી જિલ્લામાં મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા વ્યવસાયોને વધુ પ્રોત્સાહન મળે, માછીમારીની પ્રવૃત્તિઓને વેગ મળે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વધુ સારી તકો ઉપલબ્ધ બને તે દિશામાં જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યાં હતાં.

RELATED ARTICLES

Most Popular

Recent Comments