
નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ સહાય મેળવતા લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે. જે અન્વયે આ યોજનાઓ લાભ લેતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ આગામી ૩૦/૧૨/૨૦૨૫ સુધીમાં સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન અને સાંજે ૦૩:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન મોરબી શહેર મામલતદાર કચેરી,

એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ ખાતે હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. હયાતીની ખરાઈ કરાવવા માટે જરૂરી આધાર પુરાવા જેવા કે, ગંગા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના સહાયના હુકમની નકલ, આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુક જેવા જરૂરી સાધનિક કાગળો સાથે લાવવા મોરબી મામલતદાર શહેરની યાદીમાં જણાવાયું છે.













