
મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ વોર્ડ નં. 2ના સક્રિય નેતા રવજીભાઈ હરજીભાઈ સોલંકી આજે 100થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ચૂંટણીના માહોલ વચ્ચે થયેલા આ પક્ષપલટાથી મોરબીના સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી છે.

ભાજપમાં જોડાણ કાર્યક્રમ દરમિયાન રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી તેમજ મનુભાઈ સારેસાની ઉપસ્થિતિ રહી હતી.

રવજીભાઈ સોલંકી અને તેમના સમર્થકોને ભાજપના આગેવાનો દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આવનારી ચૂંટણી પહેલાં કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની ચર્ચાઓ તેજ બની છે.
















