વાવડી ગામે પટેલ સમાજના પટાંગણ વૃક્ષારોપણ કરાયું

મોરબી-માળીયા (મીં) વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી-માળીયા (મીં) વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ જુદા – જુદા સ્થળોએ ગણેશજીના પંડાલમાં દર્શન કરી આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.

વન વિભાગના મોરબી જિલ્લા ગ્રામ્ય વન મહોત્સવમાં નાની વાવડી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ કેશરિદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા વહીવટી તંત્રના વડા કલેક્ટર તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સાથે નાની વાવડી ગામે પટેલ સમાજના પટાંગણમાં વૃક્ષા રોપણ કર્યું હતું.

આ તકે ઉપસ્થિત જન મેદનીને વૃક્ષનું મહત્વ સમજાવી તેના ઉછેર અને જતન માટે પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.

માળીયા (મીં) તાલુકાનાં રાસંગપર ગામે પૂર્વ સરપંચ ભારદ્વાજના નિવાસે યોજાયેલ ધાર્મિક અવસરનો લાભ લીધો હતો તેમજ રાસંગપર ગ્રામ પંચાયતમાં ઉપસ્થિત માળીયા (મીં) તાલુકાનાં આગેવાનો, તાલુકા પંચાતના સભ્યો સાથે વિકાસના જુદા-જુદા મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી હતી.

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ગણેશજીના પંડાલોની મુલાકાતો લઈ વિવિધ સ્થળે ગણેશજીની આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોરબીના લખધીરવાસ ખાતે મયુર નગરી કા રાજા એવા ગણેશ ઉત્સવમાં શ્રી નિર્મળભાઈ જારીયા, દેવાભાઇ અવાડિયા સહિતના આગેવાનો સાથે આરતી દર્શનનો લાભ લીધો હતો.

હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ ઉત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, અરવિંદભાઇ વાંસદડિયા વિગેરે સાથે દર્શન કર્યા હતા.મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયાના નિવાસ સ્થાને પૂર્વ કાઉન્સિલર માવજીભાઇ કંઝારીયા તેમજ અગ્રણી જયુભા જાડેજા સાથે ગણેશજીની આરતીનો લાભ લીધો હતો.

રવાપર ખાતે રામેશ્વર પાર્ટી પ્લોટમાં પટેલ ગ્રુપ યોજીત ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રદર્શનો જેવાકે ઓપરેશન સિંદુર, સ્વદેશી અભિયાન, વૃંદાવન, પાતાળ લોક સહિત અનેક ધાર્મિક અને ઐતિહાસિક કૃતિઓ નિહાળી હતી.















