HomeAllમોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજયમંત્રી - મેયર સહિતનાઓએ કર્યુ શ્રમદાન

મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજયમંત્રી – મેયર સહિતનાઓએ કર્યુ શ્રમદાન

જિલ્લામાં 12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉમદા આશય સાથે એક મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ વિશેષ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના નવલખી રોડ પર આવેલા નવલખી ફાટકથી લઈને પરશુરામ બ્રિજ સુધીના વિસ્તારમાં શ્રમદાન કર્યું હતું.

આ તકે મંત્રીએ મોરબીના પ્રત્યેક નાગરિકને સ્વચ્છાગ્રહી બનીને પોતાના વિસ્તારને સાફ-સુથરો રાખવા અને આ મહા-અભિયાનમાં સક્રિયપણે સહભાગી થવા જાહેર અનુરોધ કર્યો હતો.

લોકોને સૌથી મોટું દુષણ-પ્લાસ્ટિકનું પ્રદૂષણ, મારો કચરો-મારી જવાબદારી, સ્વચ્છ શહેર-સુંદર શહેર અને પ્લાસ્ટિક છોડો પર્યાવરણ-બચાવો સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments