HomeAllમોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ રમતગમતના વિકાસલક્ષી પ્રકલ્પોની રૂબરૂ મુલાકાત લઈ પ્રગતિની...

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ રમતગમતના વિકાસલક્ષી પ્રકલ્પોની રૂબરૂ મુલાકાત લઈ પ્રગતિની સમીક્ષા કરી

મોરબી જિલ્લાના ખેલાડીઓને સ્થાનિક કક્ષાએ ઉત્કૃષ્ટ આધુનિક સુવિધાઓ મળી રહે અને રમતગમત ક્ષેત્રનો વ્યાપક વિકાસ થાય તે હેતુસર આજે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાના વિવિધ રમતગમત પ્રકલ્પો અને સંસ્થાઓની તલસ્પર્શી સમીક્ષા મુલાકાત લેવામાં આવી હતી.

કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ આ મુલાકાત દરમિયાન સનાળા ખાતે પ્રગતિ હેઠળના મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ હળવદ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોરબીના ઉભરતા ખેલાડીઓ વહેલી તકે રમતગમતની આધુનિક સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાકી રહેલી કામગીરી શક્ય તેટલી ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને વિશેષ ભારપૂર્વક તાકીદ કરી હતી.

આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ જિલ્લામાં રમતગમત કૌશલ્યને પ્રોત્સાહન આપતી ‘ઇનસ્કૂલ’ યોજના હેઠળ કાર્યરત શ્રી એમ. જી. મહેતા પ્રાથમિક શાળા તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) અંતર્ગત નવજીવન ન્યૂ એરા પબ્લિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે રમતગમતના વિકાસ માટે ચાલી રહેલી શૈક્ષણિક અને પ્રાયોગિક કામગીરીઓની સઘન સમીક્ષા કરી, ગ્રાઉન્ડ સ્તરે જરૂરી ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓ અને રમત પ્રશિક્ષકોને સૂચનો અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments