HomeAllમોરબીમાં વાલ્મીકી સમાજ દ્વારા 11મા સમુહ લગ્નનું આયોજન

મોરબીમાં વાલ્મીકી સમાજ દ્વારા 11મા સમુહ લગ્નનું આયોજન

મોરબી રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોરબી વાલ્મિકી સમૂહ લગ્ન સેવા સમિતિ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે વાલ્મિકી સમાજનો 11 માં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્નમાં 10 જેટલા નવયુગલો લગ્ન ગ્રંથિએ જોડાશે. આ સમૂહ લગ્નોત્સવ તા. 31/5 ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

આ સેવાકીય કામમાં સમૂહ લગ્નના ભોજન સમારંભના મુખ્ય દાતા તરીકે અ.સૌ. રંજનબેન અને પી.ડી. કાંજીયા તેમજ કૃષ્ણકુમાર પી. કાંજીયા (પ્રમુખ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી) સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત કિચન સેટના દાતા તરીકે ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ – મોરબીના પ્રમુખ રમેશભાઈ રૂપાલા તથા ટ્રસ્ટી રશ્મિકાબેન રમેશભાઈ રૂપાલા તેમજ સાસા એનર્જી એલએલપી (Sasa Energy Llp) અને સતિષભાઈ તરફથી પણ ઉદાર હાથે સહયોગ પ્રાપ્ત થયો છે.

આ આયોજનને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સેવા સમિતિના પ્રમુખ બાબુભાઈ પુરાણીયા અને ઉપપ્રમુખ ગુલાબભાઈ પુરાણીયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

આ સમૂહ લગ્નમાં નવદંપતીને દાતાઓ અને સંસ્થાઓના સહયોગથી ચાંદીના સાંકળા, ડબલ બેડ પલંગ, કબાટ સહિત આશરે 85 જેટલી નાની-મોટી કરિયાવરની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments